GATE 2021: ગેટ પરીક્ષાની તારીખ ઘોષિત થઇ, નિયમોમાં બદલાવ કરાયો
GATE 2021: ગેટ પરીક્ષાની તારીખ ઘોષિત થઇ, નિયમોમાં બદલાવ કરાયો
નવી દિલ્હીઃ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બેએ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન એન્જીનિયરિંગ (ગેટ)ની તારીખ ઘોષિત કરી દીધી છે. 5-7 ફેબ્રુઆરીના રોજ અને 12-13 ફેબ્રુઆરીના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આની સાથે જ ગેટમાં આ વર્ષે નવા નિયમો પણ જોડવામાં આવ્યો છે. આ બે નવા વિષય પર્યાવરણ વિજ્ઞાન, એન્જીનિયરિંગ અને હ્યુમન એન્ડ સોશિયલ સાયન્સ છે. જે બાદ હવે વિષયોની સંખ્યા 25થી વધી 27 થઇ ગઇ છે. આની સાથે જ વિદ્યાર્થીઓને સુવિધા આપવા હેતુ પાત્રતા માપદંડમાં પણ છૂટ સહિત અન્ય કેટલાક બદલાવ કર્યા છે.

નવા નિયમો મુજબ હવે બીટેક કોર્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ ગેટની પરીક્ષા આપવા માટે યોગ્ય ગણાશે. પરીક્ષા માટે અરજી કરવાની પ્રક્રિયા સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ થઇ જશે. આ ફેસલો તમામ 23 આઈઆઈટીના ડાયરેક્ટરની બેઠકમાં મળ્યો છે. આઈઆઈટી બોમ્બે ગેટ 2021નું આયોજન કરી રહ્યા છે. જણાવી દઇએ કે ગેટ પરીક્ષાનું આયોજન એન્જીનિયરિંગ પ્રૌદ્યોગિકી અને વાસ્તુકલામાં એમટેક અને એમએસસી કાર્યક્રમમાં પ્રવેશ માટે કરવામાં આવે છે.
જ્યારે વર્ષ 2020ની ગેટ પરીક્ષાની વાત કરીએ તો આ વખતે પરીક્ષાનું આયોજન 1-9 ફેબ્રુઆરી 2020ના રોજ થયું હતું. જેમાં 25 વિષય સામેલ હતા. જેનું રિઝલ્ટ 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યું છે. એ વર્ષે પરીક્ષાનું આયોજન આઈઆઈટી દિલ્હીએ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓને ગેટ 2021 પરીક્ષા સાથે જોડાયેલ અન્ય કોઈપણ પ્રકારની જાણકારી માટે સત્તાવાર વેબસાઇટ gate.iitb.ac.in પર જવાની સલાહ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
