ગુજરાતઃ 12000 પોલીસકર્મી અને 4000 જુનિયર ક્લાર્કની ભરતી થશે
Government Jobs News: રાજ્યમાં યુવાનો સરકારી નોકરી મેળવવા માટે સખત મહેનત કરે છે. આ માટે યુવાનો પોતાની જવાનીના કિંમતી વર્ષો પરીક્ષાની તૈયારી કરવામાં લગાવી છે.
આ માટે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ટ્યુશનમાં લાખો રૂપિયા ખર્ચે છે. હાલ સરકાર દ્વારા ઘણી જાહેરાત કરવામાં આવે તેવી આશા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો રાહ જોઇ રહ્યા છે.

આ વચ્ચે કાયમી શિક્ષકની ભરતીનો મુદ્દો ટેબલ ઉપર ચર્ચા કરીને ઉકેલી શકાશે. આ સાથે સાથે ટૂંક સમયમાં બીટગાર્ડની ભરતીની તારીખની જાહેરાત પણ ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે.
આ સાથે ગણતરીના દિવસોમાં પોલીસના RR જાહેર થયા બાદ 12000 પોલીસમેનની ભરતી પણ જાહેર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કોઇપણ સમયે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 4000 જગ્યા માટે ભરતીની જાહેરાત થઇ શકે છે.












Click it and Unblock the Notifications
