For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSEB Repeater Result 2021: ધોરણ 10ના રિપિટર્સનું પરિણામ જાહેર, માત્ર 10.04% વિદ્યાર્થીઓ જ પાસ થયા

GSEB SSC Result 2021: ધોરણ 10ના રિપિટર્સનું પરિણામ જાહેર, માત્ર 10.04% વિદ્યાર્થીઓ જ પાસ થયા

|
Google Oneindia Gujarati News

GSEB Repeater Result 2021: ગુજરાત શૈક્ષણિક બોર્ડ GSEBએ ધોરણ 10ના રિપિટર્સ વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડે રિપિટર્સ, પ્રાઈવેટ અને આઈસોલેટેડ કેટેગરીના વિદ્યાર્થીઓનું પરિણામ પોતાની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર અપલોડ કરી દીધું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે.

GSEB Repeater Result 2021

રિઝલ્ટ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ પોતાની જોડે GSEB SSC Repeater Examનો સીટ નંબર પોતાની પાસે રાખવો. વેબસાઈટ પર પોતાનો સીટ નંબર સબમિટ કરવાથી તમારું રિઝલ્ટ તમને મળી જશે. જણાવી દઈએ કે GSEB રિપિટર્સની પરીક્ષા 15 જુલાઈ 2021ના રોજ લેવામાં આવી હતી.

કેવી રીતે રિઝલ્ટ ચકાસવું

  • ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.orgની મુલાકાત લો.
  • હોમપેજ પર તમારો સીટ નંબર દાખલ કરો.
  • View Results બટન પર ક્લિક કરો.
  • ભવિષ્ય માટે રિઝલ્ટ ડાઉનલોડ કરી લો.

ઉલ્લેખનીય છે કે કુલ 2,98,817 રિપિટર્સ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ એટલે કે 10.04% વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. તેમાં પણ છોકરાઓની સરખામણીએ છોકરીઓ વધુ પાસ થઈ છે. છોકરાઓની સરખામણીએ 12.75% છોકરીઓ પાસ થઈ છે, જ્યારે માત્ર 8.77% છોકરા જ પાસ થયા છે.

નોંધનીય છે કે અગાઉ ગુજરાત બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું. ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના રિપિટર્સ વિદ્યાર્થીઓ GSHSEBની સત્તાવાર વેબસાઈટ- gseb.org અથવા gsebservice.com પર જઈને પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 27.83% રિપિટર્સ પાસ થયા છે.

English summary
GSEB Repeater Result 2021: Result of standard 10 repeaters announced, only 10.04% students passed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X