કમર કસી લો, આ તારીખે લેવાશે ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટી, જાણો મહત્વની તારીખ
Physical Test for Gujarat Police Recruitment: હાલ ગુજરાત પોલીસની ભરતી માટે ફરી અરજી સ્વીકારવામાં આવી હતી. ગુજરાત પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટાપાયે અરજી થઈ છે.
ગુજરાત પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1 લાખ 54 હજાર ઉમેદવારો દ્વારા અરજીઓ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપી હતી કે, 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી.

- નવેમ્બરમાં યોજાશે શારીરિક કસોટી
- ડિસેમ્બરમાં લેવાશે લેખિત પરીક્ષા
- PSI ની ભરતીમાં લેવાશે બે લેખિત પરીક્ષા
- શારીરિક પરીક્ષા બાદ તરત લેવાશે લેખિત પરીક્ષા
- PSI ની ભરતી માટે મળી 4.99 લાખ અરજી
- લોકરક્ષકની ભરતી માટે મળી 11.5 લાખ અરજી
જે ઉમેદવારોની અરજી કરવાની બાકી હોય તેવા ઉમેદવારો માટે બીજા તબક્કામાં અરજી કરવાની તક આપવામાં આવી હતી.
જેમાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી છે. તો બીજીવારમાં પીએસઆઈ 51800 લોકરક્ષક 1.35 લાખ અરજી આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પરીક્ષા અંગે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવે છે. PSI ની બે લેખિત પરિક્ષા લેવાશે.
શારીરિક પરિક્ષા બાદ તાત્કાલિક PSIની લેખિત પરિક્ષા લેવામાં આવશે. PSIની લેખિત પરિક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને સલાહ આપતા જણાવ્યું હતું કે, આ ભરતી માટે ઉમેદવારો સખત મહેનત કરીને પરીક્ષા પાસ થાય છે, જે કારણે ફ્રોડની વાતોમાં આવશો નહીં.
ગત ભરતીમાં કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે કૌભાંડમાં સામે ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આવા સમયે ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે, આવી કોઈ લાલચમાં ન પડવું જોઈએ નહીં.
➡️પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાત
— DD News Gujarati (@DDNewsGujarati) September 10, 2024
➡️પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે@Hasmukhpatelips @GujaratPolice @AhmedabadPolice #Police #GujaratPolice #exam pic.twitter.com/rgP8kdw7Y7
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
