CA Result 2022: સીએ ફાઈનલ અને ઈન્ટરનુ પરિણામ થયુ જાહેર, આ રીતે ચેક કરો રિઝલ્ટ, હર્ષ ચૌધરી બન્યા ટૉપર
સીએ ફાઈનલ યરની પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે. આ રીતે પોતાનુ પરિણામ જાણીને ડાઉનલોડ કરો.
CA Result 2022: ધ ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા(ICAI)એ 10 જાન્યુઆરી(મંગળવાર)ના રોજ ઈન્ટરમીડિયટ કોર્સિસ અને ફાઈનલ યરની સીએ પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દીધુ છે. નવેમ્બર 2022માં યોજાયેલી આ પરીક્ષાનુ પરિણામ ICAIની અધિકૃત વેબસાઈટ icai.nic.in પર જઈને ઉમેદવાર પોતાનુ સીએનુ પરિણામ ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત caresults.icai.org અને icaiexam.icai.org પરથી પણ પરિણામ ડાઉનલોડ કરી શકાય છે.

ઉપર આપવામાં આવેલી લિંક પર ઉમેદવાર પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબર એન્ટર કરીને સીએ ફાઈનલ યરનુ પરિણામ ડાઉનલોડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ સીએ ફાઇનલ યર અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા 1 નવેમ્બરથી 17 નવેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે પરીક્ષા ઓફલાઈન લેવાઈ હતી. સીએસ ફાઉન્ડેશનની પરીક્ષા ડિસેમ્બર 2022માં યોજાઈ હતી. ICAI CA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ રિઝલ્ટ 2022 ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ આ સ્ટેપ ફોલો કરવા પડશે.
- ICAI રજિસ્ટર પોર્ટલની મુલાકાત લો.
- icai.nic.in પ્રોગ્રામ CA ફાઇનલ અથવા CA ઇન્ટરમીડિયેટ પસંદ કરો.
- રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબર દાખલ કરીને વેબસાઇટ પર લૉગ-ઈન કરો.
- CA પરિણામ નવેમ્બર 2022 સ્ક્રીન પર દેખાશે.
- CA સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને તેને ભવિષ્યના ઉપયોગ માટે સેવ કરી લો.
સીએ ટૉપર્સ
CA ફાઇનલ નવેમ્બર 2022ની પરીક્ષામાં હર્ષ ચૌધરીએ ટૉપ કર્યુ છે. સીએ ફાઇનલમાં ટૉપર હર્ષ ચૌધરીએ 800માંથી 618 માર્ક્સ મેળવ્યા છે. CA ઇન્ટરમીડિયેટ માટે, દીક્ષા ગોયલે નવેમ્બર 2022 સત્રની પરીક્ષામાં ટૉપ કર્યુ છે. દીક્ષાએ CA ઇન્ટરમીડિયેટ નવેમ્બર 2022માં 800માંથી 693 માર્ક્સ મેળવ્યા છે.












Click it and Unblock the Notifications
