ICAI Result 202: CA ફાઈનલ અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, આવી રીતે જુઓ તમારું રિઝલ્ટ
ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટેંટ્સ ઑફ ઈન્ડિયાએ રવિવારે ચાર્ટર્ડ અકાઉન્ટેંટ્સ ફાઈનલ પરીક્ષા અને ફાઉંડેશન પરીક્ષાના રિઝલ્ટ ઘોષિત કરી દીધાં છે. જણાવી દઈએ કે CA ફાઈનલ અને ફાઉંડેશન માટે જાન્યુઆરી 2021ના મહિનામાં પરીક્ષા આયોજિત કરાઈ હતી.
અહીં જોઈ શકો રિઝલ્ટ
રવિવારે તેના પરિણામ જાહેર કરાયાં છે. આ પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવાર પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ icaiexam.icai.org, caresults.icai.org અને icai.ni.cin પર ઓનલાઈન જોઈ શકો છો. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ નીચે આપેલ લિંક પર જોઈ અને ડાઉનલોડ કરી શકે છે.
Direct Link: Download ICAI Results 2021
વિદ્યાર્થીઓને ઈમેલ પર રિઝલ્ટ મોકલવામાં આવશે
અગા 19 માર્ચે ICAIએ ઈમેલ પર વિદ્યાર્થીઓનું રિઝલ્ટ મોકલવા માટે રજિસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જે વિદ્યાર્થીઓએ પોતાના ઈમેલ એડ્રેસ પર પરિણામ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમને સીધું જ ઈમેલ દ્વારા રિઝલ્ટ પ્રાપ્ત થઈ જશે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ રિઝલ્ટ જોઈ શકે છે.
સીએનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
- રિઝલ્ટ ચેક કરવા માટે નીચે આપેલા આસાન સ્ટેપ્સ ફૉલો કરો.
- ICAIની વેબસાઈટ પર જાઓ- https://www.icai.org/
- હોમપેજ પર Latest Notification કોલમ જુઓ.
- CA Result 2021 લિંક પર ક્લિક કરો. અહીં તમારા રોલ નંબર સાથે રજીસ્ટ્રેશન નંબર અથવા પિન નંબર નોંધો.
- ICAI CA ફાઈનલ, ફાઉંડેશન જાન્યુઆરીની તપાસ કરો અને ડાઉનલોડ કરો.
- ભવિષ્ના સંદર્ભ માટે CA Result 2021નું એક પ્રિન્ટ આઉટ લો.