India Post GDS Result 2023 : ટપાલ વિભાગની 30 હજારની ગ્રામીણ સેવકોની ભરતીનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

India Post GDS Result 2023 : ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ સેવકની ભરતી માટે આવેદન કરેલા ઉમેદવારો માટે મોટી અપડેટ સામે આવી છે.

સમગ્ર દેશમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં વિવિધ સર્કલમાં તમામ પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવકની 30 હજારથી વધુ પોસ્ટ માટે જાહેર કરવામાં આવેલી ભરતીના પરિણામની જાહેરાત કરવામાં આવી છે.

India Post GDS Result

અરજી કરી હોય તેવા ઉમેદવારોએ પોસ્ટલ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતીનું પરિણામ જોવા માટે GDS પોર્ટલ, indiapostgdsonline.gov.in ની મુલાકાત લેવાની રહેશે. આ પછી ઉમેદવારોએ હોમ પેજ પર જ આપેલા લેટેસ્ટ સેક્શનમાં સક્રિય થવા માટે ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023 લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી સર્કલ મુજબ પીડીએફ ફોર્મેટમાં ખુલશે. ઉમેદવારો તેમના સર્કલ સંબંધિત યાદીમાં તેમના નામ નોંધણી નંબર શોધી શકે છે.

નોંધનીય છે કે, ભારતીય ટપાલ વિભાગે 3 ઓગસ્ટથી વિવિધ સર્કલમાં 30 હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી હતી અને છેલ્લી તારીખ 23 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. આ પછી પોસ્ટ વિભાગ દ્વારા ઉમેદવારોને 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી તેમની સબમિટ કરેલી અરજીઓમાં સુધારો કરવાની તક આપવામાં આવી હતી. આ પછી હવે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ પર ભરતી યોગ્યતાના આધારે કરવામાં આવે છે. અરજી કરી હોય તેવા ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ લાયકાત પરીક્ષા (મેટ્રિક) ગુણના આધારે કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોના ગુણના આધારે, દરેક પોસ્ટલ સર્કલ માટે અલગ મેરિટ તૈયાર કરવામાં આવે છે અને આ સૂચિ અનુસાર, ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે આમંત્રિત કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X