JEE Main 2026 : બદલાઈ ગઈ JEE મેઈન પરીક્ષાની તારીખ, જાણો ક્યારે લેવાશે પરિક્ષા?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 ની પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 23 જાન્યુઆરીએ સરસ્વતી પૂજા હોવાથી એજન્સીએ તે દિવસે પરીક્ષા ન યોજવાનો નિર્ણય લીધો છે.
સરસ્વતી પૂજાના દિવસે પરીક્ષા હોવાથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે ચિંતામાં હતા અને તારીખ બદલવા માંગ કરી રહ્યા હતા. આ ધાર્મિક ઉત્સવનું મહત્વ સમજીને NTA એ વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા પરીક્ષાના શિડ્યુલમાં ફેરફાર કર્યો છે.

NTA એ સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ બંગાળના કોઈપણ વિદ્યાર્થીને 23 જાન્યુઆરીના રોજ પરીક્ષા આપવા માટે દબાણ કરવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓની પરીક્ષા આ તારીખે હતી, તેમને હવે અન્ય કોઈ તારીખે પરીક્ષા આપવાની તક મળશે.
પશ્ચિમ બંગાળમાં સરસ્વતી પૂજા એ શિક્ષણની દેવીની આરાધનાનો મોટો ઉત્સવ છે, જે વિદ્યાર્થીઓની ભાવનાઓ સાથે સીધો જોડાયેલો છે. આ દિવસે પરીક્ષા હોવાથી વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓએ સોશિયલ મીડિયા પર તારીખ બદલવાની માંગણી ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને NTA એ જણાવ્યું કે તેઓ તમામની ધાર્મિક લાગણીઓ અને વ્યવહારિક મુશ્કેલીઓનો આદર કરે છે. અસરગ્રસ્ત ઉમેદવારો માટે હવે સત્ર-1 ની પરીક્ષા માટે નવી તારીખની ફાળવણી એજન્સી દ્વારા કરવામાં આવશે.
એજન્સીએ ખાતરી આપી છે કે પરીક્ષાની તારીખ બદલાવા છતાં પેપર પેટર્ન અને નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું સ્તર સમાન રહેશે જેથી કોઈને અન્યાય ન થાય અને સ્પર્ધા જળવાઈ રહે.
ઉમેદવારોએ નવી પરીક્ષાની તારીખ જાણવા માટે સતત NTA ની સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર પણ નવી તારીખ અંગેની જાણકારી ટૂંક સમયમાં મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
