રેલવેમાં નોકરીની તક, કોઇ લેખિત પરિક્ષા નહી, 35 હજાર સુધીનો પગાર, આ રીતે કરો એપ્લાય
ભારતીય રેલવેમાં નોકરી કરવા ઇચ્છુક લોકો માટે વધુ સારી તક આી છે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ (KRCV) એ તેના વિભાગ માટે ખાલી જગ્યાની જાહેરાત બહાર પાડી છે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડે જમ્મુ અને કાશ્મીરમાં સંચાલિત યુએસબીઆરએલ પ્રોજેક્ટ માટે ટેકનિકલ સહાયકની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ નોકરી માટે અરજી કરવા માટે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. રસ ધરાવતા ઉમેદવારો વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર થઈ શકે છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ નોકરી માટે અરજી કરવા માટે konkanrailway.com પર KRCL ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે.
ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે પસંદગી
આ નોકરી માટે અરજી કરવાની સૌથી રસપ્રદ બાબત એ છે કે ઉમેદવારોને સીધા ઇન્ટરવ્યુ દ્વારા પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા જરૂરી નથી.
30 થી 35 હજાર હશે પગાર
જોબ નોટિફિકેશન મુજબ વરિષ્ઠ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 7 અને જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની 7 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારોને 30,000 થી 35,000 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે. તેમજ પ્રથમ વર્ષ બાદ પગારમાં પણ 10 ટકાનો વધારો થશે.
20 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ઇન્ટરવ્યૂ
સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટના પદ પર ભરતી માટે ઇન્ટરવ્યૂ 20 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે ઇન્ટરવ્યૂ 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
પોસ્ટ: સીનિયર ટેક્નિકલ આસિસ્ટેટ (સિવિલ)
- કુલ જગ્યા- 7
- પગાર- 35 હજાર
પોસ્ટ: જુનિયર ટેક્નિકલ આસિસ્ટંટ (સિવિલ)
- કુલ જગ્યા- 7
- પગાર- 30 હજાર
ભારતીય રેલવે ભરતી 2021: શું છે યોગ્યતા
આ પોસ્ટ્સ પર ભરતી માટે ઉમેદવાર પાસે AICTE દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી 60% ગુણ સાથે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય પોસ્ટ મુજબ જરૂરી અનુભવ પણ માંગવામાં આવ્યો છે. રેલવે અથવા પીએસયુ અથવા નામાંકિત ખાનગી કંપનીમાં સિવિલ બાંધકામમાં ઓછામાં ઓછા 2 વર્ષનો લાયકાતનો અનુભવ માંગવામાં આવે છે.