Khan Sir: ખાન સરનુ કોચિંગ ક્યાં છે, કેવી રીતે જોઈન કરવુ, કેટલી છે ફી?
Khan Sir Coaching: કોચિંગ ક્ષેત્રે ખાન સરનું નામ કોઈ ના જાણતુ હોય તેવુ ના બની શકે. પહેલા ખાન સર માત્ર બિહારમાં જ પ્રખ્યાત હતા પરંતુ હવે તેઓ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ખાન સર પાસે ભણવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈન લાગે છે. તેમની ભણાવવાની શૈલીથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ જાય છે.
વિષય ગમે તેટલો અઘરો હોય પરંતુ તે તેને ચપટીમાં એટલી સરળતાથી સમજાવી દે છે કે વિદ્યાર્થીઓને વધુ મગજ લગાવવાની જરૂર નથી પડતી. જો કે, અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ અને પટના બહારના વિદ્યાર્થીઓ ખાન સરના કોચિંગની માહિતી શોધતા હોય છે.

વિદ્યાર્થીઓ જાણવા માગે છે કે ખાન સરનું કોચિંગ ક્યાં છે? ખાન સરની કોચિંગ ફી કેટલી છે? આ સિવાય ખાન સરના કોચિંગમાં કેવી રીતે જોડાવું તે પણ લોકો જાણવા માંગતા હોય છે. આવો જાણીએ આ દરેક માહિતી. તમને જણાવી દઈએ કે ખાન સર ઓનલાઈન ક્લાસ પણ ચલાવે છે. યુટ્યુબ પર તેમના લાખો સબસ્ક્રાઈબર્સ છે.
ખાન સરનુ કોચિંગ કિસાન કોલ્ડ સ્ટોરેજ, સાંઈ મંદિર પાસે, ચક મુસલ્લાપુર, રાજેન્દ્ર નગર કોલોની ખાતે આવેલુ છે. ખાન સરના કોચિંગમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ખાન સરના કોચિંગનું નામ ખાન જીએસ રિસર્ચ સેન્ટર પટના (ખાન ગ્લોબલ સ્ટડીઝ) છે.
ખાન સરનું કોચિંગ ઑનલાઈન અને ઑફલાઈન બંને રીતે ચાલે છે. ખાન સરના ઑનલાઈન ક્લાસમાં જોડાવા માટે, તમે તેને ગૂગલ પ્લે સ્ટોર પર Khan Sir Official નામથી સરળતાથી શોધી શકશો. તમે ત્યાં તમારું અકાઉન્ટ બનાવીને વાંચી શકો છો. વળી, ઑફલાઇન ક્લાસમાં જોડાવા માટે તમારે પટના જઈને તેમના ક્લાસમાં જોડાવું પડશે.
Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં નજીવો ઘટાડો, અહીં જાણો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી કે નહિ
તમારે ઈતિહાસના અભ્યાસ માટે માત્ર 200 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ભારતીય રાજ્ય વ્યવસ્થા અભ્યાસ કરવા માટે તમારે 199 રૂપિયા ચૂકવવા પડશે. એડવાન્સ મેથ્સ માટે 99 રૂપિયા ચૂકવવા પડશે. ભૂગોળ માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. રેલવે પરીક્ષા માટે 499 ચૂકવવા પડશે. માનચિત્ર માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. SSC, બેંક અને NDA માટે 499 રુપિયા ચૂકવવા પડશે.
ખાન સરનો જન્મ 1993માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો હતો. તેઓ સૈનિક પરિવારના છે. ખાન સર પોતે લશ્કરમાં જોડાવા માંગતા હતા પણ નહોતા જઈ શક્યા.
ખાન સરના અસલી નામને લઈને હંમેશા વિવાદ રહ્યો છે. કોઈ તેમને હિંદુ ધર્મના ગણાવે છે તો કેટલાક તેમને મુસ્લિમ ધર્મના ગણાવે છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ, ખાન સરનું અસલી નામ ફૈઝલ ખાન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
