NEET PG Answer Key 2023: નીટ પીજીની આંસર કી અને રિઝલ્ટ આ રીતે કરો ચેક અને ડાઉનલોડ

નેશનલ બોર્ડ ઑફ એજ્યુકેશન ઈન મેડિકલ સાયન્સ(NBEMS)આ મહિને નીટ પીજી 2023ની પ્રોવિઝનલ આંસર કી જાહેર કરશે.

exam

NEET PG Answer Key 2023: નેશનલ બોર્ડ ઑફ એજ્યુકેશન ઈન મેડિકલ સાયન્સ(NBEMS)આ મહિને નીટ પીજી 2023ની પ્રોવિઝનલ આંસર કી જાહેર કરશે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે નીટ પીજી પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારો NBEની અધિકૃત વેબસાઈટ natboard.edu.in પર વિઝિટ કરીને પોતાની એક્ઝામ આંસર કી ડાઉનલોડ કરી શકશે.

સૌપ્રથમ NEET PG 2023ની આંસર કી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષામાં હાજર તમામ ઉમેદવારો માટે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આંસર કીની ચોક્કસ તારીખ અને સમય જાણવા માટે સમય સમય પર અધિકૃત વેબસાઇટ natboard.edu.in તપાસતા રહે કારણ કે નેશનલ બોર્ડ ઑફ મેડિકલ સાયન્સીસ (NBE) તેની સત્તાવાર વેબસાઇટ પર આંસર કી રીલીઝ કરવા જઈ રહ્યું છે. તમામ જરૂરી માહિતી અને તારીખો જાહેર કરશે.

તમને જણાવી દઈએ કે નીટ પીજી પરીક્ષા 5મી માર્ચ, 2023ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવી હતી. એક્ઝાન આંસર કી ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

  • એનબીઈની અધિકૃત વેબસાઈટ natboard.edu.in પર જાવ.
  • હોમપેજ પર દેખાતા નીટ પીજી 2023 આંસર કીની લિંક પર ક્લિક કરો.
  • એક નવી પીડીએફ ફાઈલ ખુલશે જ્યાં ઉમેદવાર પોતાના જવાબ ચેક કરી શકશે.
  • આંસર કી ડાઉનલોડડ કરો અને એક કૉપી પોતાની પાસે સેવ કરીને રાખી લો.

આંસર કી જાહેર થયા પછી તરત ઑબ્ઝર્વેશન વિંડો પણ ખુલી જશે. ઉમેદવારો પ્રોસેસિંગ ફી ચૂકવીને આંસર કી સામે વાંધો નોંધાવી શકે છે. બધા વાંધાઓ પર વિચાર કર્યા બાદ ફાઈનલ આંસર કી તૈયાર કરવામાં આવશે. રિઝલ્ટ, ફાઈનલ આંસર કી પર આધારિત હશે. કોઈ પણ અન્ય માહિતી માટે ઉમેદવારે NBEની વેબસાઈટ પર જવુ. અધિકૃત વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો.

નોંધનીય છે કે નીટના પ્રશ્નપત્રમાં 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો હતા અને દરેક ઉમેદવારને દરેક સાચા જવાબ માટે 4 ગુણ મળશે. દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે. સત્તાવાર માહિતી અનુસાર, NEET PG 2023નું પરિણામ 31 માર્ચ સુધીમાં જાહેર કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી બધા માટે પરિણામ પહેલા બહાર પાડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X