Nokia Layoffs: આ મોબાઇલ કંપની 14000 કર્મચારીને છુટા કરશે, જાણો કારણ અને અસર

Nokia Layoffs: સમગ્ર વર્ષ દરમિયાન ટેક સેક્ટરમાં આવેલી મદીની અસર આજે પણ વર્તાઇ રહી છે. આવામાં છાસવારે મોટી કે નાની કંપની મોટી સંખ્યમાં છટણી કરતી રહે છે. ગત વર્ષે સર્ચ એન્જિન ગુગલથી લઇને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સુધી ઘણી કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.

આ છટણીની અસર આ વર્ષે પણ જોવા મળી હતી. હવે તેમાં વધુ એક ટેક કંપનીનું નામ જોડાયું છે, જે મોટી સંખ્યામાં કર્મચારીઓને એક્ઝિટ બતાવવા જઈ રહી છે. આ સમાચારથી કંપનીના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

Nokia Layoffs

નોકિયામાં કેટલા કર્મચારીઓ કામ કરશે? - એક સમય દરમિયાન વિશ્વની સૌથી મોટી કંપની તરીકે ઓળખાતી નોકિયાએ છટણીની જાહેરાત કરી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ 14,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે. મતલબ નોકિયા કંપની મોટી સંખ્યામાં છટણી કરવા જઈ રહી છે. કંપનીના નિવેદન બાદથી આ સમાચારથી નોકિયાના કર્મચારીઓના હૃદયના ધબકારા વધી ગયા છે.

નોકિયામાં છટણી શા માટે? - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોકિયા તેના કર્મચારીઓની સંખ્યામાં 20 ટકા ઘટાડો કરશે. ફિનિશ ટેલિકોમ ગિયર ગ્રૂપ નોકિયાએ ગુરુવારના રોજ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉત્તર અમેરિકા જેવા બજારોમાં 5G ડિવાઇસના ઓછા વેચાણને કારણે ત્રીજા ક્વાર્ટરમાં નોકિયાના વેચાણમાં મોટો ઘટાડો થયો છે.

કંપનીએ માહિતી આપી છે કે, આ ક્વાર્ટરમાં તેના વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. નવી ખર્ચ-બચત યોજનાના ભાગરૂપે સ્ટાફની નોકરીઓમાં ઘટાડો કરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં નોકિયામાં કુલ 86,000 કર્મચારીઓ છે. આ છટણી બાદ આ સંખ્યા ઘટીને 72,000 થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X