NTA એ CUET UG 2022ના પરિણામ કર્યા જાહેર, આ રીતે ચેક કરો સીયુઈટી યુજીનુ સ્કોર કાર્ડ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) એ શુક્રવારે કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ(CUET UG) 2022નુ પરિણામ જાહેર કર્યુ છે.
નવી દિલ્લીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) એ શુક્રવારે કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ(CUET UG) 2022નુ પરિણામ જાહેર કર્યુ છે. ઉમેદવારો કે જેઓ પ્રવેશ પરીક્ષાના છ તબક્કામાંથી કોઈપણમાં હાજર થયા હતા તેઓ તેમના પરિણામ અને સ્કોરકાર્ડને CUET UGની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. NTAએ CUET UG 2022 પરીક્ષા, યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ પ્રવેશ માટેની પ્રથમ સામાન્ય પ્રવેશ પરીક્ષા, 15 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી છ તબક્કામાં યોજી હતી.

CUET UG 2022 નું પરિણામ કેવી રીતે ચેક કરવુ?
1. કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટનુ પરિણામ ચકાસવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાવ.
2. હોમપેજ પર CUET Results 2022 માટે આપેલ લિંક પર ક્લિક કરો.
3. એક નવુ પેજ ખુલશે, તમારા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને લૉગ ઈન કરો.
4. તમારુ CUET પરિણામ 2022 સ્ક્રીન પર દેખાવાનું શરૂ થશે.
5. CUET સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ પરીક્ષા વિશે જાણો છો?
કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ(CUET UG) 2022ની પરીક્ષા ભારતના 259 શહેરોમાં 489 કેન્દ્રોમાં લેવામાં આવી હતી. CUET (UG) પરીક્ષાના ચોથા અને છેલ્લા દિવસે બંને સ્લૉટમાં ભારતની બહારના ચાર (મસ્કત, રિયાધ, દુબઈ અને શારજાહ) સહિત 239 શહેરોમાં 444 પરીક્ષા કેન્દ્રો હતા જેમાં 1,40,559 ઉમેદવારોએ હાજરી આપી હતી.
- CUET UG અંદાજે 14,90,000 ઉમેદવારો માટે નક્કી કરવામાં આવ્યુ હતુ. NTA અનુસાર, પ્રથમ સ્લૉટમાં 8,10,000 લોકોએ ભાગ લીધો હતો જ્યારે બીજા સ્લૉટમાં 6,80,000 લોકોએ ભાગ લીધો હતો.
- પ્રવેશ પરીક્ષા માટે નોંધાયેલા 14.9 લાખ વિદ્યાર્થીઓમાંથી 9.6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ CUET UG 2022 માટે પરીક્ષા આપી હતી.
- NTAએ કહ્યુ - ઉમેદવારોએ 90 યુનિવર્સિટીઓમાં વિષયોના 54,555 અનન્ય સંયોજનો માટે અરજી કરી છે. કુલ પ્રશ્નપત્રોની સંખ્યા 2,219 હતી અને પ્રશ્નોની સંખ્યા 50,476 હતી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
