For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટો નિર્ણયઃ MPમાં માત્ર સ્થાનિક યુવાનોને મળશે સરકારી નોકરી, બહારના નહિ કરી શકે અપ્લાય

કોરોના વાયરસ સંકટ સામે લડી રહેલ મધ્ય પ્રદેશ સરકારે આજે (18 ઓગસ્ટ) રાજ્યમાં નીકળનાર સરકારી નોકરીઓ વિશે મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ સામે લડી રહેલ મધ્ય પ્રદેશ સરકારે આજે (18 ઓગસ્ટ) રાજ્યમાં નીકળનાર સરકારી નોકરીઓ વિશે મોટો નિર્ણય લીધો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એલાન કર્યુ કે રાજ્ય સ્તરની સરકારી નોકરીમાં માત્ર એમપીના જ યુવા અપ્લાય કરી શકે છે કોઈ અન્ય રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશથી આવનારાની એપ્લીકેશનને સ્વીકારવામાં આવશે નહિ. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે આ દિશાનમાં અમે જરૂરી કાયદાકીય પગલા લઈશુ જેથી મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીઓ માત્ર રાજ્યના યુવાનોને જ આપવામાં આવશે.

shivraj singh

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ સરકારે આ નિર્ણય રાજ્યમાં બેરોજગારી ઘટાડવા માટે અને સ્થાનિક યુવાનોને સરકારી નોકરી મેળવવા સારી તક આપી છે. જો કે શિવરાજ સિંહ સરકારે આ નિર્ણયથી ઘણા બીજા રાજ્યમાં વિરોધ પણ જોવા મળી શકે છે અથવા એમપીની જેમ આવનાર દિવસોમાં બીજા રાજ્યોમાં પણ આ રીતનુ એલાન થઈ શકે છે. મધ્ય પ્રદેશ સરકારના આ નિર્ણયની દેશ પર શું અસર પડશે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.

એક વીડિયો કૉન્ફરન્સમાં મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ - 'સરકારે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે હેઠળ આવા જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે જેનાથી સરકારી નોકરીઓ માત્ર રાજ્યા યુવાનોને જ મળે.' તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મધ્ય પ્રદેશની સરકારની ભરતી માટે આખા દેશમાંથી એપ્લીકેશન મંગાવવામાં આવતી. તેમાં કોઈ પ્રતિબંધ નહોતો. નોકરીઓ માટે દેશભરમાંથી કોઈ પણ આવેદન કરી શકતુ હતુ. હાલમાં જ રાજ્ય સરકાર તરફથી જેલ પ્રભારીની ભરતી રાષ્ટ્રીય સ્તરે આવેદન નીકળ્યા હતા. જેનો મધ્ય પ્રદેશના યુવાનોમાં ઘણો વિરોધ પણ જોવા મળ્યો હતો. રાજ્યમાં 27 વિધાનસભા સીટો પર યોજાનાર પેટા ચૂંટણીને જોતા આને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

મોત પહેલા એકબીજાના ટચમાં હતા સુશાંત-દિશા, સામે આવી વૉટ્સએપ ચેટમોત પહેલા એકબીજાના ટચમાં હતા સુશાંત-દિશા, સામે આવી વૉટ્સએપ ચેટ

English summary
Only local youth will not get government jobs in MP, only local can apply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X