For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચાયત વિભાગની જૂનિયલર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, પેપર લીક થતા વિભાગે લીધો નિર્ણય

પંચાયત સેવા પસંદગી બોર્ડ તરફથી જુનિયર ક્લાર્ક ની 1,181 પોસ્ટ માટે આજે પરીક્ષા લેવાવાની હતી. આ પરીક્ષા માટે કુલ 9,53,000 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જેમને 32 જિલ્લાના આશરે 3000 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતાં. જોકે પેપર ફૂટ

|
Google Oneindia Gujarati News

ગુજરાત પંચાયાત વિભાગ દ્વારા લેવાનાર આજે 29-12023 ના રવિવારે યોજાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ રખવામાં આવી છ. પરીક્ષા યોજાઇ તે પહેલાજ પરીક્ષાનું પેપર લીક થઇ જતા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

PAPER

પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારાએક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરતા તેની પાસેથી આજે યોજાનાર પરીક્ષાના પેપરની કોપી મળી હતી .જેને લઇને પોલીસ દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવઈ છે. પોલીસ દ્વારા આ અંગની ગુજરાત પચાયત પસદગી મડળને આપવામં આવતા મંડળ દ્વારા વિદ્યાર્થીઓા હિતમાં સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અપિલ કરવામાં આવી છે કે, પરીક્ષઆ કેન્દ્ર ખાતે ન જવા માટે કહ્યુ છે. અને તેમને પડેલી અગવડતા માટે માફી પણ માંગવામાં આવી છે.

રાજ્યમાં સતત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ધટનાથી યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાર્થી મહિનાઓથી તેની તૈયારી કરતા હતા. અને વારંવાર આ પ્રકારની ઘટનાથી સરકાર સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

આ પરીક્ષા માટે કુલ 9,53,000 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જેમને 32 જિલ્લાના આશરે 3000 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતાં. જોકે પેપર ફૂટ્યું હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓને હેરાનગતિ તો થઈ છે સાથે જ તેઓનું સપનું પણ તૂટ્યું છે.

English summary
Panchayat Department Junior Clerk Exam Cancelled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X