For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NVS Recruitment 2020: નવોદય વિદ્યાલયમાં PET, Art ટીચર સહિત કેટલાય પદો પર બંપર ભરતી

NVS Recruitment 2020: નવોદય વિદ્યાલયમાં PET, Art ટીચર સહિત કેટલાય પદો પર બંપર ભરતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તમે જો ટીચિંગ કે નૉન ટીચિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. નવોદય વિદ્યાલયે વિવિધ પદો પર ભર્તી માટે અરજીઓ મંગાવી છે. આ પદોમાં સંગીત શિક્ષક, પીટીઈ (પુરુષ), પીટીઈ (મહિલા), લાઈબ્રેરિયન અને સ્ટાફ નર્સ સહિત કેટલાય પદો સામેલ છે. કુલ 96 પદો પર ભરતી થશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in પર જઈ અરજી કરી શકે છે. આ વેબસાઈટમાં તમને અરજી પોર્મ મળશે, જે ભરવું પડશે.

job

જણાવી દઈએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર જાહેરાત વાંચી લેવી, જે તમને વેબસાઈટ પર જ મળી જશે. જેમાં તમને જરૂરી શૈક્ષણિક યોગ્યતા અને આયુ સીમા સહિત બાકી તમામ જાણકારી મળી જશે. આની સાથે ઉમેદવારો એ વાતનું પણ ધ્યાન રાખવું કે અરજી કરતી વખતે કોઈ પ્રકારની ભૂલ ના થાય, જો અરજી ફોર્મમાં ભૂલ રહી જશે તો તમારી અરજી રદ્દ કરવામાં આવી શકે છે. જાહેરાતની લિંગ આ સમાચારની નીચે પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કરી તમે જાહેરાત પહો્ંચી શકશો. આ ઉપરાંત અરજી ફોર્મની લિંક પણ તમને અહીં જ આપવામાં આવી છે.

પદોનું વિવરણ

  • સંગતી શિક્ષક- 13 પદ
  • આર્ટ શિક્ષક- 17 પદ
  • પીટીઈ (પુરુષ)- 20 પદ
  • પીટીઈ (મહિલા)- 13 પદ
  • લાઈબ્રેરિયન- 12 પદ
  • સ્ટાફ નર્સ (મહિલા)- 21 પદ

આ પદો પર નિયુક્તિ બાદ સ્ટાફ નર્સના પદો પર પસંદ થયેલ ઉમેદવારોને પ્રતિ માસ 20,000 રૂપિયાનો પગાર મળશે. જ્યારે અન્ય તમામ પદો પર પસંદીત ઉમેદવારોને પ્રતિ માસ 26,250 રૂપિયા પગાર મળશે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે અટેચ કરવાની રહેશે. આ દસ્તાવેજોની કોપીને સેલ્ફ અટેચ કરવાનું ના ભૂલતા. પચી તેને 31 ઓક્ટોબર 2020ની સાંજે 5 વાગ્યા સુધી જમા કરાવવી પડશે.

ઘોષણા પત્રમાં ભાજપે કર્યો વાયદો, બિહારમાં ફ્રીમાં મળશે કોરોના વેક્સિનઘોષણા પત્રમાં ભાજપે કર્યો વાયદો, બિહારમાં ફ્રીમાં મળશે કોરોના વેક્સિન

English summary
recruitment for several posts including PET, Art Teacher in Navodaya Vidyalaya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X