For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSC CGL ટાયર 1 પરીક્ષાની આન્સર કી જાહેર કરાઇ

સ્ટાફ સિલેક્શન કમિશને SSC CGL 2020 ટિયર 1 લેખિત પરીક્ષા (SSC CGL આન્સર કી 2020)ની આન્સર કી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો 7 સપ્ટેમ્બર, 2021 સુધી સાંજે 6 કલાક સુધી જાહેર કરેલી આન્સર કી પર પોતાનો વાંધો રજૂ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (SSC CGL આન્સર કી 2020) : સ્ટાફ સિલેક્શન કમિશને SSC CGL 2020 ટિયર 1 લેખિત પરીક્ષા (SSC CGL આન્સર કી 2020)ની આન્સર કી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો 7 સપ્ટેમ્બર, 2021 સુધી સાંજે 6 કલાક સુધી જાહેર કરેલી આન્સર કી પર પોતાનો વાંધો રજૂ કરી શકે છે. આયોગે તેની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર આ સંદર્ભે નોટિસ જારી કરી છે.

SSC

SSC CGL 2020 ટાયર 1 લેખિત પરીક્ષા 13થી 24 ઓગસ્ટ, 2021 સુધી વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. વાંધા નોંધાવવા માટે ઉમેદવારોએ પ્રતિ પ્રશ્ન 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. પ્રાપ્ત વાંધાઓના નિકાલ બાદ કમિશન ફાઇલ આન્સર કી જાહેર કરશે.

SSC CGL આન્સર કી 2020 : તમે આન્સર કી પર વાંધો કેવી રીતે ઉઠાવી શકો?

  • સૌ પ્રથમ ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર વિઝિટ કરો
  • હોમ પેજ પર આપેલા લેટેસ્ટ ન્યૂઝ વિભાગ પર જાઓ.
  • હવે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન, 2020 (ટાયર -1)ની રિસ્પોન્સ શીટ (ઓ) માટે લિંક પર ક્લિક કરો.
  • અહીં રોલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.
  • આન્સર કી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.
  • રજિસ્ટર ઓબ્જેક્શન પર ક્લિક કરો અને વિનંતી કરેલી માહિતી દાખલ કરો.
  • ફી ભરીને સબમિટ કરો.
  • હવે સબમિટ કરેલા વાંધા ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
English summary
The Answer Key of SSC CGL 2020 Tier 1 Written Examination (SSC CGL Answer Key 2020) has been released to the Staff Selection Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X