• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UPSCની પરીક્ષાઓ અને ઈન્ટર્વ્યૂ રદ્દ થયાં, જાણો નવી તારીખો

|

UPSC Civil Services 2019 Interview: કોરોના વાયરસના મામલામાં તેજીથી વધવાના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 21 દિવસના લૉકડાઉનને 3 મે સુધી લંબાવવું પડ્યું. એવામાં સંઘ લોક સેવા આયોગ (UPSC)એ એક બેઠક બોલાવી જેમાં પરીક્ષા સંબંધિત કેટલાય ફેસલા લેવામાં આવ્યા છે.

સત્તાવાર નોટિફિકેશન મુજબ આયોગે 3 મે 2020 બાદ સિવિલ સેવા 2019ના વ્યક્તિત્વ પરીક્ષણ (ઈન્ટર્વ્યૂ) માટે નવી તારીખો જાહેર રવાનો ફેસલો લીધો છે.

સિવિલ સેવા પરીક્ષા 2019 માટે 17 ફેબ્રુઆરી 2020થી ઈન્ટર્વ્યૂ શરૂ થવાના હતા, પરંતુ કોરોના વાયરસના કારણે આયોગે ઈન્ટર્વ્યૂ રદ્દ કરવા પાડ્યાં. વર્ષ 2019માં યૂપીએસસી મુખ્ય પરીક્ષામાં કુલ 2304 ઉમેદવારો પાસ થયા હતા, જેઓ હવે ઈન્ટર્વ્યૂમાં સામેલ થશે.

  • સિવિલ સેવા 2020 (પ્રાથમિક), ઈન્જીનિયરિંગ સેવા (મુખ્ય) અને ભૂ-વૈજ્ઞાનિક સેવા (મુખ્ય) પરીક્ષાઓની તારીખ પહેલેથી જ ઘોષિ કરી દેવામાં આવી હતી. નવી પરિસ્થિતિઓમાં જરૂરી હોવા પર આ પરીક્ષાઓની તારીખમાં કોઈપણ પ્રકારના રીશેડ્યૂલિંગની સૂચના સંઘ લોક સેવા આયોગની વેબસાઈટ પર આપવામાં આવશે.
  • સંયુક્ત ચિકિત્સા સેવા પરીક્ષા, ભારતીય આર્થિક સેવા અને ભારતીય સાંખ્યિકી સેવા પરીક્ષા 2020 પરીક્ષા ટાળવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
  • સીએપીએફ પરીક્ષા 2020ની તારીખો પણ સંઘ લોક સેવા આયોગની વેબસાઈટ પર અધિસૂચિત કરવામાં આવશે.
  • નેશનલ ડિફેન્સ એકેડમી (NDA-I)ની પરીક્ષાને પહેલેથી જ આગળ સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
  • NDA-II પરીક્ષા વિશે જે કંઈપણ ફેસલો લેવામાં આવશે, તેની જાણકારી 10 જૂન 2020ના રોજ આપવામાં આવશે.
  • તમામ પરીક્ષાઓ, સાક્ષાત્કાર અને ભર્તી બોર્ડ સાથે જોડાયેલ આયોગના અન્ય ફેસલાની જાણકારી તરત આયોગની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ISROમાં નોકરી કરવાનો મોકો, 1 મે સુધી અરજી કરોISROમાં નોકરી કરવાનો મોકો, 1 મે સુધી અરજી કરો

English summary
The Union Public Service Commission postpones exams, interviews
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X