UPSC સિવિલ સર્વિસીસ 2024 પરીક્ષાનું શેડ્યૂલ જારી, આજે જ ચેક કરી લો પુરો કાર્યક્રમ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા 2024નો કાર્યક્રમ જારી કરી દીધો છે. જે ઉમેદવારો સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2024 આપી રહ્યાં છે તે UPSC ની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર સમયપત્રક ચકાસી શકે છે.
UPSC મુખ્ય પરીક્ષા 20, 21, 22, 28 અને 29 સપ્ટેમ્બર 2024 ના રોજ લેવામાં આવશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12 અને બીજી શિફ્ટ બપોરે 2.30 થી 5.30 સુધી રહેશે.

UPSC મુખ્ય પરીક્ષા 2024 સમયપત્ર
20મી સપ્ટેમ્બર - નિબંધ પેપર
21મી સપ્ટેમ્બર - જનરલ સ્ટડીઝ I, II પેપર,
22 સપ્ટેમ્બર - જનરલ સ્ટડીઝ III, IV
28મી સપ્ટેમ્બર - ભારતીય ભાષા, અંગ્રેજીનું પેપર
29 સપ્ટેમ્બર - વૈકલ્પિક વિષયનું પેપર 1 અને 2
પરીક્ષામાં બેસનાર તમામ ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરીને શેડ્યૂલ તપાસી અને ડાઉનલોડ કરી શકે છે.
- UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લો.
- હોમ પેજ પર UPSC સિવિલ સર્વિસીસ મેઇન એક્ઝામ 2024 શેડ્યૂલ લિંક પર ક્લિક કરો.
- એક નવી PDF ફાઈલ ખુલશે જ્યાં ઉમેદવારો શેડ્યૂલ જોઈ શકશે.
- પેજ ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી લઈ લો.












Click it and Unblock the Notifications
