UPSC Civil Services Result 2023: UPSC એ જાહેર કર્યું 2023નું રિઝલ્ટ, જાણો કોણે કર્યું ટોપ
UPSC Civil Services Result 2023: UPSC સિવિલ સર્વિસીસ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આદિત્ય શ્રીવાસ્તવે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે હાજર થયા છે, તેઓ કમિશનની સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.
UPSC વેબસાઈટ અનુસાર, આદિત્ય શ્રીવાસ્તવે પ્રથમ સ્થાન મેળવ્યું છે. અનિમેષ પ્રધાન બીજા ક્રમે, ડોનુરુનન્યા રેડ્ડી ત્રીજા ક્રમે છે. ચોથું સ્થાન પીકે સિદ્ધાર્થ રામ કુમારે અને પાંચમું સ્થાન રૂહાનીએ મેળવ્યું છે.
UPSCની વેબસાઈટ મુજબ, જનરલ કેટેગરીના 347, EWS કેટેગરીના 115, OBC કેટેગરીના 303, SC કેટેગરીના 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. IAS પદ માટે કુલ 180ની પસંદગી કરવામાં આવી છે. IFS માટે 37 અને IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, UPSC સિવિલ સર્વિસની પ્રિલિમિનરી પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. પ્રિલિમ રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર હતા. જે બાદ સપ્ટેમ્બરમાં મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.
UPSC રિઝલ્ટ 2023ની ટોપ 20 યાદી - 1 આદિત્ય શ્રીવાસ્તવ 2 અનિમેષ પ્રધાન 3 ડોનુરુ અનન્યા રેડ્ડી 4 પીકે સિદ્ધાર્થ રામકુમાર 5 રૂહાની 6 સૃષ્ટિ ડબાસ 7 અનમોલ રાઠોડ 8 આશિષ કુમાર 9 નૌશીન 10 ઐશ્વર્યમ પ્રજાપતિ 11 કુશ મોટવાણી 12 અનિકેત શાંડિલ્ય અનાન્દલ 113 શાંડિલ્ય 11 17 સ્વાતિમાં શર્મા 18 વર્દા ખાન 19 શિવમ કુમાર 20 આકાશ વર્મા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ પરીક્ષા 2022માં લેવામાં આવી હતી, જ્યારે ઈશિતા કિશોરે ટોપ કર્યું હતું. જ્યારે ગરિમા લોહિયા બીજા સ્થાને રહી હતી. આ પછી ઉમા હારાથી એન અને સ્મૃતિ મિશ્રા આવ્યા હતા.












Click it and Unblock the Notifications
