જોક્સ: માર્ક્સ ખોટી રીતે કપાયા છે
0% માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીને આશ્ચર્ય થયું, કારણ કે તેના બધા જ જવાબ કદાચ સાચા હતા! શું તમને લાગે છે કે તેના માર્ક્સ ખોટી રીતે કપાયા છે?
સવાલ:1 ટીપુ સુલ્તાનનું મોત કયા યુદ્ધમાં થયુ હતુ?
જવાબ: તેના છેલ્લા યુધ્ધમાં...
સવાલ:2 સ્વતંત્રતા અંગેના હસ્તાક્ષર કયા થયા હતા?
જવાબ: પેજના અંતિમ ભાગ પર...
સવાલ:3 છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું?
જવાબ: લગ્ન...
સવાલ:4 ગંગાની ધારા કયા સ્ટેટમાંથી વહે છે?
જવાબ: લીક્વીડ સ્ટેટ....
સવાલ:5 મહાત્મા ગાંધીનો જ્ન્મ ક્યારે થયો હતો?
જવાબ: તેમના જન્મદિવસે...
સવાલ:6 તમે 8 કેરીને 6 માણસોની વચ્ચે કેવી રીતે ફાળવશો?
જવાબ: મેંગો શેક બનાવીને...
સવાલ:7 ભારતમાં સૌથી વધારે બરફ કયા પડે છે?
જવાબ: દારૂના ગ્લાસમાં...

--------------------------------------
પાકિસ્તાનના ઈસ્લાબાદ એરપોર્ટ પર એક અફઘાનીએ પાકિસ્તાન ઈમીગ્રેશન ઓફિસરને પોતાની ઓળખ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ પોર્ટ્સ અને શીપીંગ પ્રધાન તરીકે આપી.
પાકિસ્તાની ઓફિસરે આશ્ચર્યથી પૂછ્યું: " હે અફઘાનિસ્તાનમાં તો સમુદ્ર છે નહિં તો તમે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ પોર્ટ્સ અને શીપીંગ પ્રધાન કેવી રીતે હોઈ શકો?"
અફઘાનીએ જવાબમાં જણાવ્યું "વલ્લાહ યા હબીબી, પાકિસ્તાનમાં તમારી પાસે લો એન્ડ જસ્ટીસ મીનીસ્ટર છેને? "












Click it and Unblock the Notifications
