જોક્સ : લાલા તે, અહીંથી કોઈ વાંદરાના ટોળા ને જતા જોયું!
હસી હસીને થઇ જાવ લોટ પોટ. વાંચો રમૂજી ગુજરાતી જોક્સ. લાલથી લઇને ચિંટૂના જોરદાર જોક્સ વાંચો અહીં.
એક કાકાએ લાલા ને પૂછ્યું : અહીંથી કોઈ વાંદરાના ટોળા ને જતા જોયું....
લાલો : કેમ તમે છુટા પડી ગયા લાગો છો....!?
...😋ધોઈ નાખ્યો😋...
-----------
ખાણી પીણીવાળાઓ એ હંમેશા બોર્ડ માર્યું હોય છે..
લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે..
લાગે છે કે આ લોકો લગ્નને, શુભ પ્રસંગ નહિ ગણતા હોય ??

ગરબામાં ખૂબ ભીડ હતી.. ત્યારે એક સાહેબે એક મહિલાને પુછ્યુ : માફ કરો પરંતુ હું થોડીવાર તમારી સાથે વાતો કરવા માંગુ છું
મહિલા - કેમ ?
સાહેબ - એ વાત એમ છે કે મારી પત્ની આ ભીડમાં ક્યાંય દેખાતી નથી.. તે જો મને તમારી સાથે વાત કરતા જોશે તો ગોળીની જેમ સીધી અહીં જ પહોંચી જશે..
------
મમ્મી : બેટા, નિશાળમાં આજે શુ શીખવાડયુ ?
ચીંટુ : લખતા શીખવાડયું.
મમ્મી : શું લખ્યુ ?
ચીંટુ : ઈ વાંચતા નથી શીખવાડયું!!!!!












Click it and Unblock the Notifications
