For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીની ડિમાન્ડથી બચવું મુશ્કેલ

|
Google Oneindia Gujarati News

husband-and-wife
જોક્સ

પત્નીની ડિમાન્ડથી બચવું મુશ્કેલ છે

ગંભીર રીતે બિમાર પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચે છે.

ડોક્ટર : તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો... તેમને ખુશ અને સારા મૂડમાં રાખો... ટેસ્ટી ડિનર બનાવો... તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો... તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ... નવા કપડાંની ડિમાન્ડ ન કરો... જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.

પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા.
ત્યારે પતિએ પત્નીને પુછ્યું,
ડોક્ટરે તને શું કહ્યું?
પત્નીએ જવાબ આપ્યો "તમારૂં બચવું મુશ્કેલ છે."

......................

રાજેશ : રમેશ તું તારા પગારમાંથી કેટલા રૂપિયા ઘરે તારી પત્ની ને આપે છે?
રમેશ: એક પણ નહિ ?
રાજેશ : કેમ તારી પત્ની તને કઈ કેહતી નથી ?
રમેશ : ના રે... પત્ની તો પહેલી તારીખે મારી ઓફીસમાં જ આવી જાય છે. અને પગાર લઇ જાય છે.

......................

પુસ્તક-પત્ની વચ્ચેનો તફાવત

પહેલો તફાવત : પુસ્તક બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત : પુસ્તક બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે મેળવવા માટે લગ્નનો પૂરે પૂરો ખર્ચ ઉઠાવવો પડે છે
ત્રીજો તફાવત : પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી

......................

છગન : દાક્તર સાહેબ, હું હમેશા વિચારું છુંકે હું એક કુતરો છું.

દાક્તર : તમને એવું ક્યારથી લાગે છે?

છગન : જ્યારથી હું ગલુડિયું હતો ત્યારથી!!!

.........................

એક વ્યક્તિએ સવારમાં જ રેડિયો જોકીને ફોન ઘુમાવી દીધો.
વ્યક્તિ : સાહેબ મને એક પાકીટ મળ્યું છે... જેમાં 10,000 રૂપિયા છે. અને નામ કશ્યપ શર્મા લખેલું છે.
રેડિયો જોકી : ઓહ, તો તમે રેડિયો પર જાહેર કરીને તેમને પાકીટ પાછું આપવા માંગો છો?
વ્યક્તિ : ગાંડા થયા છો ? હું તો તેના માટે એક સેડ સોંગ અર્પણ કરવા માગું છું.

English summary
Jokes : Husband and Wife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X