For Quick Alerts
For Daily Alerts
Gujarati Jokes: ઘુઘાએ કોરોનાથી બચવા કર્યા એવા ઉપાય કે...
ઘુઘા એ ડોકટર ને ફોન કર્યો :
ડોકટર સાયબ,
મે કોરોનાથી બચવા અમુક ઉપાય ચાલુ કર્યા છે,
જેવા કે,
હર્બલ ઉકાળો, સવાર સાંજ ગરમ વરાળ, ગરમ પાણી, ગળો, હોમીયોપેથીક અને અમુક એલોપથી દવા તથા મોઢા પર ડબલ માસ્ક,
સેનિટાઈઝર અને દિવસ મા પચાહ વખત હાથ ધોવ છુ,
સામાન હોમ ડીલેવરીથી મંગાવુ છુ,
ને,
પેમેન્ટ paytmથી કરૂ છુ,
કોઈના લગનમાં જાતો નથી ,
થાળી, વાટકા વગાડી લીધા છ,
દિવો પણ કરી લીધો છે,
કોરોનામાંનું વ્રત પણ રાખી લીધુ છે,
અને ટર્મ લાઈફ વીમો પણ લઈ લીધો છે,
અને વેક્સિનના બેય ડોઝ લઈ લીધા છે,
ઓક્સિજન નો બાટલો અને ઈન્જેકશન ની વ્યવસ્થા પણ કરી લીધી છે.
હવે મારે શું લેવુ જોય?
.
ડોકટર : હવે તને કોક નાભી ( દુંટી) માં તીર મારે ને તો જ મરીશ...બાકી હવે તૂ અમર થઈગયો છો.
😂😂😂😂
આવા જ વધુ રમુજી જોક્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
Comments
English summary
Latest funny gujarati jokes on coronavirus: ઘુઘાએ કોરોનાથી બચવા કર્યા એવા ઉપાય કે...
Story first published: Thursday, May 27, 2021, 17:14 [IST]