તમે સફરજનવાળા છો કે ઘોડા વાળા.....???

પણ બિરબલ ના આવા જવાબથી બાદશાહને સંતોષ ના થયો તેમણે કહ્યું બિરબલ હું આ વાત નથી માનતો તારે મારી જોડે શરતમાં આવવુ પડશે જો હું હારુ તો હું મારી મુંછો મુંડાવી નાખીશ પણ બિરબલ જો તું હારે તો તારે તારી મુછો મુંડાવી નાંખવી પડશે. બિરબલે કહ્યું ઠિક છે જહાપનાહ કાલે વાત.
બિરબલે તરત જ રાજ્યમાં ઢંઢેરો પિટાવી નાખ્યો કે આ રાજ્યના અતિ મહત્વ ના પ્રશ્ન માટે રાજ્યના સર્વે પરણીત પુરુષોએ રાજ દરબારના ક્રીંડાંગણમાં કાલે સવારે હાજર થવાનું છે. વાત વાયુવેગે ફેલાઇ ગઇ ને બીજા દિવસે રાજયના તમામ પરણીત પુરુષો નો જમાવડો થઇ ગયો .પછી તરત જ બિરબલે કહ્યું કે ભાઇઓ અહીંયા સ્ટેજની એક બાજુ એક સરસ પાણીદાર ઘોડા છે અને બીજી બાજુ સરસ લાલ ઉંચી જાતના સીમલાથી મંગાવેલા સફરજન છે. અહીંયા જેના ઘરમાં પત્નીનું ચાલે છે તેણે સફરજન લઇ નીચે ઉતરી જવાનુ છે અને જે વીરપુરુષ પત્નીનું નથી માનતો તેને આ પાણીદાર ઘોડો આપી નવાજવામા આવશે. પણ જે કોઇ ખોટુ બોલશે તેને કડક મા કડક સજા કરવામા આવશે.
થોડીવારમાં તો સફરજન ફટાફટ ખાલી થવા માંડ્યા .કોઇ જોખમ લેવા માંગતુ નહોતુ. બાદશાહની મુંઝવણ વધતી જતી હતી ને બિરબલ મનમાં ને મનમાં મલકાતો હતો. ત્યાં જ અચાનક બાદશાહના મોંઢા પર ચમક આવી. બિરબલે જોયું તો એક જણ ઉભો થઇ ઘોડા તરફ આગળ વધ્યો બાદશાહે તેને બોલાવી પીઠ થાબડી ને ખેશ પહેરાવી સન્માન કર્યુ ને ઘોડો આપી રવાના કર્યો. બાદશાહે બિરબલ સામે જોયું ને મુછો પર તાવ દિધો જોયું બિરબલ રાજ્યમાં બધાય કાંઇ જોરુ ના ગુલામ ના હોય. બિરબલે નીચુ જોયું. સમારોહ સમાપન સુધી આવી ગયો પણ પછી કોઇ માઇ નો લાલ ઉભો ના થયો.
દરબાર ખાલી થઇ ગયો બાદશાહ બોલ્યા બિરબલ હજામ ને બોલાવુ હવે.? બિરબલ કાંઇ બોલે ત્યાં તો પેલો ઘોડાવાળો પાછો આવતો દેખાયો બિરબલ પાસે આવી સલામ કરી કહેવા લાગ્યો બિરબલજી આ ઘોડો પાછો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો ને. બિરબલે પુછ્યું કેમ ભાઇ આમા સુ ખરાબી છે.? તો પેલો ભાઇ બોલ્યો બિરબલજી મારી પત્ની ને સફેદ ઘોડો પસંદ છે એટલે તમે આ કાળો ઘોડો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો.!
આ સાંભળી બિરબલ ના મોઢા પર ચમક આવી ગઇ ને તરત જ બોલ્યો સિપાહીઓ આને કેદ કરી નાખો.પછી બિરબલ તરત જ બાદશાહ સામે જોયુ ને કહ્યું કે રહેવા દેજો જહાપનાહ હજામ ને ના બોલાવતા કારણ કે મુંડાયેલી મુંછોમા તમે સારા લાગશો નહીં ને રાણી સાહેબા પાછા તમને રાણીમહેલમા આવવા નહીં દે આટલું બોલ્યા પછી તરત જ બિરબલે મુંછ પર તાવ દિધો. બિરબલની વાત સાંભળી બાદશાહે તરત જ નીચું જોયુ. અને પછી બિરબલ પાસે આવી તેની પીઠ થાબડી.
તો બોલો હવે તમે પણ નક્કી કરો કે તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા....ભાઇ હુ તો સફરજન વાળો છું. ..હાહાહા.....
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
