જોક્સ: છોકરો છોકરી જોવા ગયો
શિક્ષક- અપ્પુ વિજળી ક્યાંથી આવે છે???
અપ્પુ- મામાને ઘરેથી!!
શિક્ષક- હે...કેવી રીત??
અપ્પુ- જ્યારે વિજળી જાય છે મારા પપ્પા કહે છે સાલાએ ફરીથી કાપી નાંખી!!!
------------
ડોક્ટર- તમારો કાન કેવી રીતે બળી ગયો???
પપ્પુ- શર્ટ પ્રેસ કરતો હતો ત્યારે ફોન આવ્યો તો જલ્દીમાં ફોનની જગ્યાએ પ્રેસ કાન પર લાગવાઇ ગયો.
ડોક્ટર- તો બીજો કાન કેવી રીતે બળ્યો??
પપ્પુ- અરે એમ્બ્યુલન્સને પણ ફોન કરવાનો હતો!!!

છોકરો છોકરી જોવા ગયો
છોકરો- તમને કેવા પતિ જોઇએ છે??
છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે. જે સારું ગાતો હોય. સારું ડાન્સ કરતો હોય મને રોજ નવી નવી જગ્યા બતાવે, દર અઠવાડિયા પિક્ચર બતાવે, હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.
છોકરો- મને લાગે છે કે તમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.
-------
પત્ની- મેં સાંભળ્યું છે કે પતિ-પત્નીને સ્વર્ગમાં અલગ અલગ રાખવામાં આવે છે.
પતિ- અરે ગાંડી...એટલે જ તો તેને સ્વર્ગ કહેવાય છે!!!












Click it and Unblock the Notifications
