જોક્સ: ભસતા કૂતરાની સળી કરવી નહી, કારણકે...
દર્દી- ડોક્ટર સાહેબ હું રોજ તમારે ત્યાંથી 50 રૂપિયાની દવા લઉં છું પણ કોઇ ફાયદો નથી થતો!!!
ડોક્ટર- બસ આજે હું તને 40 રૂપિયાની દવા આપીશ. તારા 10 રૂપિયાનો ફાયદો!!!
--------
"ભસતું કુતરું કરડે નહી"
એ કહેવત વાંચીને ભસતા કૂતરાની સળી કરવી નહી....
.
.
કારણકે.
.
.
.
જરૂરી નથી કે આપણે બનાવેલી કહેવત સાથે કુતરાઓ પણ સહમત થયા હોય!!!!

ફિઝિક્સનો નિયમ છે કોઇ પણ વસ્તુ ઉઠાવવા કરતા તેને સરકાવવી સરળ હોય છે...
.
.
.
જેમકે જવાબદારી!!!
લિ.
ન્યૂયનના ફૂઓ
-----------
શું તમે કદી વીસીઆર લાવીને રાત ભર પીક્ચર જોયું છે???
શું તમે ટીવી ચેનલના ગોળ બટનને દબાવીને ચેનલ ચેન્જ કરી છે??
શું તમે કેસેટમાં પેન્સિલ નાખી તેને ફેરવી રિવર્સ કરી છે??
જો ઉપરોક્ત તમામ સવાલનો જવાબ "હા" હોય તો તમે...
.
.
.
અત્યારે બુઢ્ઢા થઇ ગયો છો!!!!












Click it and Unblock the Notifications
