જોક્સ: આજે મારી પાસે ગાડી છે, બંગલો છે
પત્નીએ પતિને કોલ કર્યો
પત્ની- ક્યાં છો?
પતિ- આપણે પાછલી દિવાળીએ જ્વેલરની દુકાન ગયા હતા જ્યાં તને એક હાર ગમી ગયો હતો, યાદ છે?
પત્ની -હાં
પતિ- અને તે સમયે મારી પાસે પૈસા નહતા
પત્ની- હાં તો
પતિ- અને મેં ત્યારે તને કહ્યું હતું કે એક દિવસ હું તારા માટે આ હાર લઇ આવીશ.
યાદ છે તને??
પત્ની (ખુશીથી)- હા હા બરાબર યાદ છે
પતિ- તો બસ તેની જ બાજુની દુકાનમાં વાળ કપાનીને હું 10 મિનિટમાં આવું.

આર્મી ટ્રેનિંગ દરમિયાન અફસરે છગનને પૂછ્યું "તારા હાથમાં શું છે?"
છગન- સર, બંદૂક છે
અફસર- આ બંદૂક નથી, તારી ઇજજ્ત છે, તારી શાન છે, તારી માં છે માં.
પછી અફસરે મગનને પૂછ્યું "તારા હાથમાં શું છે??"
મગન- સર, આ છગનની મમ્મી છે, તેની ઇજ્જત છે, તેની શાન છે અને મારી...માસી છે માસી.."
અફસર બેભાન.
-------
રાહુલની બહેનનો પોપટ રોજ રાહુલને જોઇને
"મંદબુદ્ધિ બાળક"
"મંદબુદ્ધિ બાળક"
એવું બોલતો હતો. રાહુલે એક દિવસ તેની બહેનને ફરિયાદ કરી. બહેને પોપટને ખૂબ લડ્યો.
બીજા દિવસે રાહુલ પોપટ સામેથી પસાર થયો ત્યારે પોપટ કંઇ ના બોલ્યો. રાહુલ થોડું આગળ જઇને ઊભો રહ્યો ને વળીને પોપટની સામે જોયું
પોપટે હસતા હસતા કહ્યું
.
.
સમજી તો તું ગયો જ ને!!!
-----
રાહુલ- તમે આટલી ગરમીમાં મારું ભાષણ સાંભળવા આવ્યા...આભાર...મને બહુ ગમ્યું...
જનતા- એ તો શું છે કે ઘરે લાઇટ નથી
...એટલે થયું કે ફ્રીમાં મનોરંજન મેળવવા અહીં આવી જઇએ...
------
એન્જીનિયર- આજે મારી પાસે ગાડી છે, બંગલો છે... નોકર ચાકર છે..તારી પાસે શું છે???
શિક્ષક- મારી પાસે 88 દિવસનું વેકેશન છે!!












Click it and Unblock the Notifications
