ખુશખબરઃ ટ્રેનની AC કોચની મુસાફરી થઇ સસ્તી
ભારતીય રેલવે તંત્ર જલ્દી જ ઇકોનોમી એસી કોચની સેવા શરૂ કરવા જઇ રહ્યું છે, જેનું ભાડું થર્ડ ક્લાસ એસીથી પણ ઓછું હશે.
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ખુશખબર છે. હવે નાગરિકો ઓછા ભાડામાં ટ્રેનના એસી કોચમાં આરામદાયક સફરનો આનંદ માણી શકશે. આ માટે હવે થર્ડ એસીથી પણ ઓછું ભાડું ચૂકવવાનું રહેશે. અત્યાર સુધી ભારતમાં ગરીબ રથ ટ્રેનમાં જ ઓછા ભાડામાં એસીમાં સફરની મજા માણી શકાતી હતી અને આથી જ આ ટ્રેનમાં ટિકિટો મેળવવી ઘણી મુશ્કેલ હતી. પરંતુ હવે ભારતીય રેલવે નાગરિકો માટે એક શ્રેષ્ઠ યોજના લઇને આવ્યું છે.

આ યોજના હેઠળ હવે નાગરિકો કોઇ પણ એક્સપ્રેસ કે સુપરફાસ્ટ ટ્રેનમાં સસ્તા ભાડામાં એસી કોચમાં સફર કરી શકશે. રેલવે જલ્દી જ દરેક ટ્રેનમાં 'ઇકોનોમિક એસી ક્લાસ'ની સેવા શરૂ કરનાર છે. આ કોચની ટિકિટો થર્ડ એસી કરતા પણ સસ્તી હશે. આ કોચમાં સફર કરનારાઓને ધાબળાની જરૂર નહીં પડે, કારણ કે અહીંનું તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવશે. આ કોચના દરવાજા ઓટોમેટિક હશે. સામાન્ય ટ્રેનની માફક જ આ કોચમાં પણ કેટરિંગની સુવિધા આપવામાં આવશે. જો કે, આ કોચમાં બર્થની પહોળાઇ ઓછી હોય એવું બને.












Click it and Unblock the Notifications
