For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અપેક્ષાઓ સામે ઊણા ઉતર્યાં આયુષ્માન ખુરાના

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 એપ્રિલ : જો આપ પ્રોમોઝ જોઈ એમ વિચારતા હોવ કે નૌટંકી સાલા કૉમેડી ફિલ્મ છે, તે આમ વિચારવું એકદમ ખોટું છે. વિકી ડોનર દ્વારા એક આશા જન્માવનાર આયુષ્માને ફિલ્મમાં એક રામ નામના શખ્સની ભૂમિકા ભજવી છે કે જે એક થિયેટર એક્ટર તથા ડાયરેક્ટર છે. એક દિવસ તે આપઘાત કરવા જતી એક વ્યક્તિને બચાવે છે અને તેના જીવનમાં ખુશીઓ પરત લાવવાના પ્રયત્નમાં પોતે જ ફસાઈ જાય છે.

nautanki-saala

નૌટંકી સાલા ફિલ્મની વાર્તાના જોકે વખાણ કરાઈ રહ્યાં છે, પરંતુ મજબૂત સ્ક્રિપ્ટની ખામીના કારણે ફિલ્મ ભારરૂપ થઈ જાય છે. ફિલ્મના દિગ્દર્શક રોહન સિપ્પી પોતાની વાતને અસરકારક રીતે દર્શકોને સમજાવવામાં નિષ્ફળ નિવડ્યાં છે. જોકે વાર્તાને સરળ બનાવવા તેમણે રામાયણમાંથી પ્રેરણા લીધી છે, પરંતુ તેને સારી રીતે કાર્યાન્વિત કરી શક્યાં નથી.

સરવાળે નૌટંકી સાલા ફિલ્મ દર્શકોને બહુ પ્રભાવિત કરવામાં સફળ થઈ શકી નથી. વિકી ડોનરની સફળતા બાદ દર્શકોને આયુષ્માન ખુરાના પાસે ઘણી આશાઓ હતી. ફિલ્મની સાથે-સાથે તેઓ પણ ખાસ પ્રભાવશાળી નથી દેખાતાં. પ્રોમોઝમાં કૉમેડી દર્શાવ્યા છતાં ફિલ્મ જુદા પ્રકારની છે. ઉપરાંત કૉસ્ચ્યુમ તથા લાઇટ્સ ફિલ્મને સુંદર બનાવે છે.

English summary
Vickey donor fame actor Ayushmann Khurana didn't meet expectations. His new film Nautanki Saala is not so good.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X