PICs : ચૌદ વર્ષમાં નિખરી ગઈ આ ‘મિસ વર્લ્ડ’

મુંબઈ, 20 નવેમ્બર : સૌંદર્યની વાત કરીએ, તો વર્ષ 2000 ભારત માટે ખૂબ જ ખાસ રહ્યુ હતું. તે જ વર્ષે આપણા દેશમાં મિસ ઇંડિયા, મિસ વર્લ્ડ અને મિસ એશિયા પૅસેફિકનો ખિતાબ એક સાથે આવ્યો હતો. હા જી, અમે વાત કરી રહ્યા છીએ વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરી, બ્રહ્માંડ સુંદરી લારા દત્તા અને એશિયા પૅસેફિક દીયા મિર્ઝાની કે જેમણે ભારતનુ માથુ ગૌરવથી ઉંચુ કર્યુ હતું.

પ્રિયંકા ચોપરા ભારતમાંથી પાંચમા વિશ્વ સુંદરી છે. પ્રિયંકાથી એક વર્ષ પહેલા યુક્તા મુખીએ આ ખિતાબ હાસલ કર્યો હતો. પ્રિયંકાએ આ ખિતાબ જીત્યે 14 વર્ષ થઈ ગયાં અને આ ચૌદ વર્ષોમાં પ્રિયંકાની સફર ખૂબ જ આગળ નિકળી ચુકી છે.

ચાલો, તસવીરો સાથે બતાવીએ મિસ વર્લ્ડથી દેસી ગર્લ સુધીની પ્રિયંકાની સફર :

મિસ ઇંડિયા

મિસ ઇંડિયા

શું આપ જાણો છો કે મિસ ઇંડિયા કૉમ્પીટિશનના સવાલ-જવાબ દરમિયાન બૉલીવુડના કિંગ ખાને પ્રિયંકાને પ્રપોઝ કરી હતી. નહીં... નહીં... જજ બનેલા શાહરુખ ખાને પ્રિયંકાને સવાલ કર્યો હતો કે જો આપને એક ક્રિકેટર, બિઝનેસમૅન કે એક એક્ટર (જેમ કે હું)માંથી કોઈ એક સાથે લગ્ન કરવાની તક મળે, તો આપ કોને ચૂંટશો? પ્રિયંકાએ શાહરુખને ઇનકાર કરતાં ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત કહી હતી.

મિસ વર્લ્ડ

મિસ વર્લ્ડ

મિસ વર્લ્ડ ખિતાબ પામવા માટે પ્રિયંકાને બે સવાલ પૂછાયા હતાં. પહેલો એ કે આ ખિતાબ જીતવો તેમના માટે કેમ મહત્વનું છે અને બીજો એ કે કોઈ એક લિવિંગ લીજંડ કે જેમને તેઓ સૌથી વધુ એડમાયર કરતા હોય. પ્રિયંકાએ પહેલા સવાલના જવાબમાં કહ્યું કે આ ખિતાબ વડે તેઓ લોકોની વિચાસરણી અને એક્શન બદલવા માંગશે, જ્યારે બીજા સવાલના જવાબમાં પ્રિયંકાએ મધર ટેરેસાનું નામ લીધું. આ જવાબો પ્રિયંકાને ખિતાબ સુધી લઈ ગયાં.

અંદાજ સાથે એન્ટ્રી

અંદાજ સાથે એન્ટ્રી

પ્રિયંકાએ બૉલીવુડમાં એન્ટ્રી તો ધ હીરો ફિલ્મ સાથે કરી હતી, પણ તેમને ઓળખ મળી અંદાજ ફિલ્મ દ્વારા. ફિલ્મમાં મિસ યુનિવર્સ લારા દત્તા પણ હતાં. આ ફિલ્મ બદલ પ્રિયંકાને ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો. જોકે આજે તે ફિલ્મ જોઈ નથી લાગતું કે આ તે જ દેસી ગર્લ છે.

અનેક ફ્લૉપ ફિલ્મો

અનેક ફ્લૉપ ફિલ્મો

વચગાળાના કેટલાક વરસ પ્રિયંકા માટે અનલકી રહ્યા. તે દરમિયાન અનેક ફ્લૉપ ફિલ્મો તેમના ખાતે ચઢી ગઈ. દરમિયાન તેમના લુક સામે પર પ્રશ્નો ઉઠવા લાગ્યાં. જોકે પ્રિયંકાએ આવી વાતો કૅરિયર પર હાવી ન થવા દીધી અને તેમની મોટી હિટ ફિલ્મ આવી મધુર ભંડારકરની ફૅશન. આ ફિલ્મે પ્રિયંકાના કૅરિયરને નવી દિશા આપી. ફૅશન માટે પ્રિયંકાને નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો હતો.

હૉટ પ્રિયંકા

હૉટ પ્રિયંકા

હવે આવ્યો હૉટ પ્રિયંકાનો તબક્કો. બ્લફમાસ્ટરમાં પ્રિયંકાનો લુક બહુ વખણાયો, તો દોસ્તાનામાં તેમના હૉટ પૅંટ્સે લાખો દિલોને ધડકાવ્યાં. પ્રિયંકાનો આ લુક સિનેપ્રેમીઓ માટે નવો હતો. પ્રિયંકા બાદ ઘણી અભિનેત્રીઓ આવો લુક ધરતા દેખાઈ.

દેસી ગર્લે ધડકાવ્યા દિલ

દેસી ગર્લે ધડકાવ્યા દિલ

પ્રિયંકાના આ દેસી ગર્લ લુકે જે આંધી ફૂંકી, તે બતાવવાની જરૂર નથી. સાડીમાં પ્રિયંકાનો આ સેક્સી લુક લાખો યુવાન દિલોને ધડકાવી ગયો. દેશની લાખો યુવતીઓ પ્રિયંકાનો આ લુક અપનાવતી દેખાઈ.

શૉર્ટ હૅર લુક

શૉર્ટ હૅર લુક

અંજાના અંજાની, તેરી મેરી કહાની તથા પ્યાર ઇમ્પૉસિબલ જેવી ફિલ્મોમાં પ્રિયંકાએ શૉર્ટ હૅર લુક અપનાવ્યો. જોકે તે બહુ શાનદાર ન રહ્યો, પણ પ્રિયંકા પૉપ્યુલર બની ગયાં.

એક્ઝૉટિક પ્રિયંકા

એક્ઝૉટિક પ્રિયંકા

પ્રિયંકા એક ઑલરાઉંડર તરીકે ઓળખ બનાવી રહ્યાં છે. કદાચ એટલે જ ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યા બાદ પ્રિયંકા સિંગિંગ તરફ વળ્યા. તેમનું આલ્બમ અને ગીત એક્ઝૉટિક લોકપ્રિય થયું અને સાથે સામે આવ્યો પ્રિયંકાનો હૉટ અવતાર. આ આલ્બમમાં પ્રિયંકાને પોતાને ખૂબ એક્સપોઝ કરતા જણાયાં.

મૅરી કોમ

મૅરી કોમ

મૅરી કોમની સફળતા બાદ પ્રિયંકા પોતાના ફિલ્મની કૅરિયરની બુલંદીએ છે. પ્રિયકાનો તાજો લુક આવો જ છે કે જેની સાથે તેઓ તમામ ફંક્શનમાં દેખાય છે. ખેર, ચૌદ વર્ષોમાં પ્રિયંકામાં ખૂબ નિખાર આવ્યો છે કે જેને નજરઅંદાજ ન કરી શકાય. 14 સફળ વર્ષો માટે પ્રિયંકાને અભિનંદન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X