For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાજોલજય પરેશાન : ચાર-ચાર દિવસે પણ ચોરોનો પત્તો નથી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ઑક્ટોબર : આને સુરક્ષામાં છીંડા કહેવાય કે પછી ગુનેગારોની ગુંડાગર્દી કે તેઓ હજી સુધી પોલીસના શકંજામાંથી બહાર છે. અમે વાત કરીએ છીએ અભિનેત્રી કાજોલના ઘરે થયેલ ચોરીની. કાજોલના ઘરેથી સોનાના 17 પાટલાની ચોરી થઈ છે. પોલીસે જણાવ્યું કે આ બનાવ 22મી ઑક્ટોબરનો છે.

kajol-ajay
પોલીસ અધિકારીઓ કેસ નોંધી કાજોલના ઘરે પહોંચ્યા અને ઘટનાસ્થળની તપાસ કરી, પણ હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. તાસ ચાલુ છે. કાજોલને આ ચોરીની જાણ ત્યારે થઈ કે જ્યારે તેઓએ કરવા ચોથ પ્રસંગે શણગાર સજવા માટે તિજોરી ખોલી. તેમણે તરત જ પતિ અજય દેવગણને જાણ કરી અને પછી પોલીસને જાણ કરવામાં આવી. કાજોલ અગાઉ શિલ્પા શેટ્ટી તથા રાજ કુન્દ્રાના ઘરે પણ ચોરી થઈ હતી.

કાજોલે જ્યારે કરવા ચોથના દિવસે પોતાનું વૉર્ડરોબ ખુલ્યું, ત્યારે તેમાં તમામ વસ્તુઓ વિખેરાયેલી પડી હતી. જ્વૅલરી બૉક્સ ખુલ્લુ હતું કે જેમાંથી ચૂડીઓ અને પાટલા ગાયબ હતા. ચોરાયેલ વસ્તુઓની કિંમત પાંચ લાખ કહેવામાં આવી છે. કહે છે કે કાજોલના ઘરમાંથી 17 પાટલાની ચોરી થઈ છે.

English summary
After Shilpa Shetty, Kajol was shocked to discover that 17 golden bangles were stolen from her house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X