Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

500 કરોડી ફિલ્મ, ટ્રેલર સાથે ફેન્સને જોરદાર સરપ્રાઈઝ મળશે

મેગાસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની આવનારી ફિલ્મ 2.0 નું પહેલું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

મેગાસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની આવનારી ફિલ્મ 2.0 નું પહેલું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટિઝરની લોકો તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. ફિલ્મના વીએફએક્સ જેના પર 550 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે, તેને પણ પસંદ કરવામાં આવ્યું નથી. જયારે અક્ષય કુમાર ફેન્સ ઘ્વારા અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો કે તેમના સ્ટારને ટીઝરમાં ખુબ જ ઓછી જગ્યા આપવામાં આવી છે. જેના કારણે મેકર્સ ઘ્વારા ફિલ્મના ટ્રેલરને એવી રીતે એડિટ કરવામાં આવ્યું છે કે જેથી તેમાં રજનીકાંત કરતા પણ વધારે અક્ષય કુમારને બતાવવામાં આવે.

આ પણ વાંચો: આ એક સીન શૂટ કરવામાં થયો 50 કરોડનો ખર્ચ, 1 લાખ મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા

રિપોર્ટ અનુસાર 2.0 ફિલ્મનું ટ્રેલર એડિટ થઇ ચૂક્યું છે. તેને અક્ષય કુમાર ફેન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવું છે. આ ટ્રેલરમાં અક્ષય કુમારના રોલને ઘણી જગ્યા મળી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ ઘ્વારા અક્ષય કુમાર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રિલીઝ પહેલા જ અક્ષય કુમારની ફિલ્મે બાહુબલીનો રેકોર્ડ તોડ્યો, 550 કરોડ બજેટ

શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્શન મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં એ આર રહેમાન મ્યુઝિક આપી રહ્યા છે.

13 ભાષામાં ડબ થશે

13 ભાષામાં ડબ થશે

જણાવી દઈએ કે આ ફિલ્મને 13 ભાષામાં ડબ કરવામાં આવી રહી છે. અક્ષય આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર દીવાળી પર રિલીઝ થશે.

550 કરોડની ફિલ્મ

550 કરોડની ફિલ્મ

550 કરોડના ભારે બજેટવાળી ફિલ્મથી લોકોને ઘણી આશા છે. ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મ બાહુબલી કરતા પણ વધારે ધમાકેદાર હશે. ફિલ્મનું એક્શન ચોક્કસ ધમાકેદાર હશે.

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ

ચીનમાં પણ ફિલ્મને મોટા પાયે રિલીઝ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તામિલનાડુ માં પણ સ્ક્રીન વધારવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. જેના કારણે ડિસ્ટ્રીબ્યુટરોને આશા છે કે ફિલ્મ બાહુબલી 2 કરતા પણ વધારે કમાણી કરશે.

એકલી રિલીઝ

એકલી રિલીઝ

કોઈ પણ આ ફિલ્મ સામે ટક્કર લેવા નથી માંગતું. ત્યાં જ આટલું વખત પાછળ ઠેલાય પછી ફિલ્મ પણ વધારે સ્ક્રીન ઈચ્છે છે. ચોક્કસ ફિલ્મ સોલો રિલીઝ જ થશે.

અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ

અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ

આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ સાબિત થશે તે વાતમાં બીજો કોઈ મત નથી.

ક્યારે રિલીઝ થશે

ક્યારે રિલીઝ થશે

માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ ટળી શકે છે. જેને કારણે ટીઝરમાં રિલીઝ થવાની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે આ અંગેનો ખુલાસો તો ફિલ્મના ટ્રેલરમાં જ થશે.

દમદાર કાસ્ટ

દમદાર કાસ્ટ

ફિલ્મમાં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ જોડી ખુબ જ સમજી વિચારીને લેવામાં આવી છે. સાઉથમાં રજનીકાંત ને કારણે ફિલ્મ ચાલશે અને નોર્થમાં અક્ષય કુમારને કારણે ફિલ્મ ચાલશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X