2 States Trailer : હાઈવેની ઢિંગલી બની કિસર, તુટી પડી અર્જુન પર!
મુંબઈ, 28 ફેબ્રુઆરી : જાણીતા નવલકથાકાર તથા સ્તંભ લેખક ચેતન ભગતની નવલકથા પર આધારિત છે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 2 સ્ટેટ્સ કે જેના ટ્રેલરની લૉન્ચિંગ શુક્રવારે યોજાઈ.
ટ્રેલર જોયા બાદ કહી શકાય કે ચેતન ભગતે આલિયા-અર્જુનને ચુમ્બનોમાં ચોંટાડી દીધાં છે. ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે 2 સ્ટેટ્સ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર ઇંટીમેટ થયાં છે. 2 સ્ટેટ્સમાં આલિયા ભટ્ટને જોઈ લોકો હાઈવેની ઢિંગલીને ભુલી જશે કે જેમાં આલિયા ભટ્ટ એક માસૂમ અને દેસી યુવતી તરીકે દેખાયા હતાં.
શુક્રવારે 2 સ્ટેટ્સ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું. ટ્રેલર લૉન્ચિંગને આલિયા ભટ્ટ તથા અર્જુન કપૂરના સગપણ સમારંભ તરીકે પ્રચારિત કરાયુ હતું. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. નવલકથાકાર ચેતન ભગતની ચોથી નવલકથા 2 સ્ટેટ્સ : ધ સ્ટોરી ઑફ માય મૅરેજ પર આધારિત છે કે જે તેમની રીયલ લાઇફ સ્ટોરી છે. ટ્રેલરમાં આલિયા ભટ્ટ તથા અર્જુન કપૂર ઉપરાંત અમૃતા સિંહ, રેવતી તથા રોનિત રૉય પણ દેખાયાં છે.
ચાલો આપને બતાવીએ 2 સ્ટેટ્સ ફિલ્મના ઇંટીમેટ દૃશ્યો અને માણો ટ્રેલર :

2 સ્ટેટ્સનું ટ્રેલર લૉન્ચ
ગઈકાલે મુંબઈ ખાતે 2 સ્ટેટ્સ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે આલિયા ભટ્ટ, અર્જુન કપૂર અને ચેતન ભગત હાજર રહ્યા હતાં.

ચેતનની લવ-સ્ટોરી
રીયલ લાઇફમાં ચેતન ભગતને આઈઆઈએમમાં અભ્યાસ દરમિયાન તામિળ પરિવારના અનુષા સાથે પ્રેમ થયો હતો. ચેતન પોતે પંજાબી છે. તેથી બંનેના જુદા-જુદા સંસ્કારોના પગલે લગ્ન મુશ્કેલ હતાં, પરંતુ ચેતન અને અનુષાએ પોતાના પ્રેમના બળે પોતાનાઓના દિલ જીતી લીધાં અને સફલ પતિ-પત્નીના સંબંધે બંધાઈ ગયાં.

નવલકથા પર ચોથી ફિલ્મ
ચેતન ભગત તેવા ખુશકિસ્મત લોકોમાંના એક છે કે જેમની લખેલી લગભગ દરેક વાર્તાને રૂપેરી પડદે સાકાર થવાની તક મળી છે. અગાઉ ફાઇવ પૉઇંટ સમવન પર 3 ઈડિયટ્સ, વન નાઇટ એટ ધ કૉલ સેંટર પર હેલો મૂવી, 3 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર કાઇ પો છે ફિલ્મો બની ચુકી છે.

આલિયા-અર્જુનનું સગપણ
ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગને આલિયા-અર્જુનના સગપણનું નામ આપી પ્રચારિત કરવામાં આવ્યુ હતું. (ચાલો હવે જોઇએ આલિયા-અર્જુનના ઇંટીમેટ દૃશ્યો)

આલિયાની ત્રીજી ફિલ્મ
2 સ્ટેટ્સ આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ છે અને અર્જુન કપૂર સાથે તેઓ પહેલી વાર જ કામ કરી રહ્યાં છે.

હાઈવેની ઢિંગલી
આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હાઈવે હતી કે જે સુપર હિટ રહી છે. હાઈવેની ઢિંગલી 2 સ્ટેટ્સમાં થોડીક બોલ્ડ બની છે. જુઓ કઈ રીતે?

ઇંટીમેટ દૃશ્યો
2 સ્ટેટ્સ ફિલ્મના ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ છે કે ફિલ્મમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ ઇંટીમેટ થયાં છે.

ચુમ્બન વર્ષા
2 સ્ટેટ્સમાં આલિયા-અર્જુને એક-બીજા ઉપર ચુમ્બનોનો વરસાદ કરી નાંખ્યો છે.

પહેલી ફિલ્મમાં પણ બોલ્ડ
આલિયા ભટ્ટ પોતાની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં પણ બોલ્ડ યુવતીનો રોલ કરી ચુક્યાં છે.

હાઈવેમાં દેસી ગર્લ
આલિયા ભટ્ટે બીજી જ ફિલ્મમાં દેસી ગર્લનો રોલ કરી મોટો પડકાર ઉપાડ્યો અને આ સાહસમાં તેઓ સફળ પણ થયાં.

રોમાંટિક કપલ
2 સ્ટેટ્સ ફિલ્મમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ રોમાંટિક કપલની ભૂમિકા ભજવી છે.

પંજાબી-સાઉથ યુગલની કહાણી
2 સ્ટેટ્સ એક પંજાબી યુવાન અને દક્ષિણ ભારતીય યુવતીની પ્રણય-કથા છે.

અમૃતા સિંહ
2 સ્ટેટ્સ ફિલ્મમાં અમૃતા સિંહ પણ નજરે પડશે.

રેવતી
2 સ્ટેટ્સ ફિલ્મમાં રેવતીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. (ટ્રેલર માણવા સ્લાઇડર આગળ ફેરવો)
અઢી મિનિટનું ટ્રેલર
2 સ્ટેટ્સ ફિલ્મનું ગઈકાલે રિલીઝ થયેલું ટ્રેલર અઢી મિનિટનું છે કે જેમાં આલિયા-અર્જુનના ઇંટીમેટ દૃશ્યો ઉપરાંત અમૃતા સિંહ, રેવતી અને રોનિત રૉય પણ દેખાય છે. આપ પણ ક્લિક કરી જોઈ નાંખો આ ટ્રેલર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
