For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સિક્વલ-રીમેક ફિલ્મોનું વર્ષ રહ્યું 2013!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ડિસેમ્બર : બૉલીવુડમાં સિક્વલ અને રીમેકનો દોર એમ તો છેલ્લા કેટલાંક વર્ષોથી જોર પકડતું રહ્યું છે, પરંતુ વર્ષ 2013માં પણ સિક્વલ અને રીમેકનો સિલસિલો ચાલુ જ રહ્યો.

બૉલીવુડમાં જૂની ફિલ્મોને ફરીથી નવા સ્વરૂપે બનાવવાની પરમ્પરા તો હુ જૂની છે. અગાઉના સમયમાં નામ બદલીને આવુ કરાતુ હતુ હતું. જેમ કે નદિયા કે પારની રીમેક હમ આપકે હૈં કૌન હતી, તો પ્યાર કિયે જાની રીમેક હસીના માન જાયેગી હતી.

જોકે છેલ્લા કેટલાંક વર્ષોથી સિક્વલ અને રીમેકની બાબતમાં વધુ ઉદારતા આવી છે. સિક્વલ તો એક પછી એક નંબર પ્રમાણે બનતી જ જાય છે, તો રીમેકની બાબતમાં તો જૂના નામને જ ફરીથી રજૂ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2013ની વાત કરીએ, તો આ વર્ષે સિક્વલની શરુઆત રેસ 2 સાથે થઈ, તો રીમેકની શરુઆત હિમ્મતવાલા ફિલ્મ સાથે થઈ.

ચાલો તસવીરોમાં જોઇએ વર્ષ 2013ની સિક્વલ અને રીમેક ફિલ્મોની વિગત :

રેસ 2

રેસ 2

અબ્બાસ-મસ્તાનની જોડી રેસ 2 વડે સસ્પેંસ અને થ્રિલરની વાર્તા વણી દર્શકોને રિઝવવામાં સફળ રહી. ફિલ્મે 2008માં આવેલી રેસ જેવી સફળતા તો ન મેળવી, પણ દર્શકોનો સારોએવો પ્રતિસાદ મળ્યો. ફિલ્મના કેટલાંક ગીતો આજે પણ ડિસ્કો થેકનો જાન બનેલા છે.

મર્ડર 3

મર્ડર 3

સને 204ની હિટ ફિલ્મ મર્ડરની ત્રીજી સિક્વલ મર્ડર 3 દ્વારા બૉલીવુડમાં ભટ્ટ કૅમ્પના નવા ચહેરા વિશેષ ભટ્ટની એન્ટ્રી થઈ. દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મે કોઈ કમાલ ન કરી. હાલમાં પણ વિશેષની ઓળખ મહેશ ભટ્ટના ભત્રીજા તરીકે જ સ્થાપિત છે.

સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ

સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ

તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ પોતાના સંવાદો અને લીક સે હટકે વાર્તાના કારણે સફળ ફિલ્મોની કૅટેગરીમાં જોડાઈ તો ખરી, પણ 2011માં આવેલી સાહેબ બીવી ઔર ગૅંગસ્ટરની સરખામણીમાં ફીકી રહી.

આશિકી 2

આશિકી 2

વર્ષ 1990ની સુપરહિટ ફિલ્મ આશિકીના ગીતો આજે પણ સંગીત પ્રેમીઓને કર્ણપ્રિય લાગે છે. ફિલ્મની સિક્વલ આશિકી 2માં પણ ભટ્ટ કૅમ્પે તેને જાળવી રાખવાના સફળ પ્રયત્નો કર્યાં.

એસએડબ્લ્યૂ

એસએડબ્લ્યૂ

વર્ષ 2007ની હિટ થ્રિલર ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ શૂટઆઉટ એટ વડાલાને બૉક્સ ઑફિસે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો.

વાયપીડી 2

વાયપીડી 2

દેઓલ પરિવાર જૂનમાં યમલા પગલા દીવાનાની સિક્વલ યમલા પગવા દીવાના 2 લઈને આવ્યો, પરંતુ દેઓલ પરિવારે દર્શકોને નિરાશ જ કર્યાં. આ ફિલ્મ લોકોને હસાવવાના સ્થાને નિરાશ કરી ગઈ.

ઓયૂટીએમડી

ઓયૂટીએમડી

વર્ષ 2010માં આવેલી સુપરહિટ ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ આજે પણ લોકોના હૃદયમાં વશે છે, તો 2013માં આવેલી તેની સિક્વલ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ક્યારે આવી ને ક્યારે ગઈ, ખબર જ ન પડી.

ગ્રાન્ડ મસ્તી

ગ્રાન્ડ મસ્તી

સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી ગ્રાન્ડ મસ્તી બૉલીવુડની પ્રથમ સફળ એડલ્ટ કૉમેડી ફિલ્મ રહી. ઇંદ્રકુમારની ફિલ્મ મસ્તીની સિક્વલ ગ્રાન્ડ મસ્તીનો સો કરોડ ક્લબમાં સમાવેશ થયો.

ક્રિશ 3

ક્રિશ 3

રાકેશ રોશને આખરે ક્રિશને ભારતનો પ્રથમ સુપર હીરો બનાવી જ દીધો. પુત્ર હૃતિક રોશન સાથે 2003માં કોઈ મિલ ગયા અને 2006માં ક્રિશ બનાવ્યા બાદ રાકેશ 2013માં ક્રિશ 3 લઈને આવ્યાં કે જે સુપરહિટ રહી.

સત્યા 2

સત્યા 2

રામ ગોપાલ વર્માએ 1998માં આવેલી પોતાની ફિલ્મ સત્યાની સિક્વલ સત્યા 2 બનાવી કે જેણે દર્શકોને નિરાશ કર્યાં. સત્યાએ બૉલીવુડને મનોજ બાજપાઈ જેવા કલાકાર આપ્યા હતાં, પરંતુ સત્યા 2 નોંધનીય નહીં રહી.

ધૂમ 3

ધૂમ 3

ધૂમ 3 વર્ષ 2013ની છેલ્લી સિક્વલ ફિલ્મ છે. ધૂમ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે કે જે 21મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આમિર ખાન, કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા અભિનીત આ ફિલ્મની ખાસિયત એ છે કે તેમાં વિલન અને હીરોઇન સતત બદલાતા રહ્યાં છે. ધૂમમાં જ્હૉન અબ્રાહમ-એશા દેઓલ હતાં, તો ધૂમ 2માં હૃતિક રોશન-ઐશ્વર્યા રાય હતાં અને હવે આમિર ખાન-કૅટરીના કૈફ છે. જોકે અભિષેક અને ઉદય કંટીન્યુ રહેતા આવ્યાં છે. (આગળ રીમેક ફિલ્મો વિશે)

હિમ્મતવાલા

હિમ્મતવાલા

જિતેન્દ્ર અને શ્રીદેવી અભિનીત સુપરહિટ ફિલ્મ હિમ્મતવાલાની રીમેક લઈને આવ્યા સાજિદ ખાન, પરંતુ અજય દેવગણ અને તમન્ના ભાટિયા અભિનીત હિમ્મતવાલા ફિલ્મ સુપર ફ્લૉપ સાબિત થઈ.

ઝંજીર

ઝંજીર

અમિતાભ બચ્ચનને ઍંગ્રી યંગ મૅન તરીકે સ્થાપિત કરનાર જયા બચ્ચન સાથેની ફિલ્મ ઝંજીરની રીમેકમાં પ્રિયંકા ચોપરા અને રામ ચરણ તેજા હતાં, તો પ્રાણનો રોલ સંજય દત્તે કર્યો હતો, પરંતુ ઝંજીર પણ સુપર ફ્લૉપ ફિલ્મ સાબિત થઈ.

ચશ્મે બદ્દૂર

ચશ્મે બદ્દૂર

ફારુખ શેખ તથા દીપ્તિ નવલ જેવા આર્ટ કલાકારોની ફિલ્મ ચશ્મે બદ્દૂરની રીમેકને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો.

પોલીસગિરી

પોલીસગિરી

સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીને સંજય જેલ જતાં થોડીક સફળતા મળી હતી. આ ફિલ્મ તામિળ ફિલ્મ સામીની રીમેક હતી.

રંગરેઝ

રંગરેઝ

તામિળ ફિલ્મ નાડોડિગલની રીમેક રંગરેઝ પણ બૉક્સ ઑફિસે ચાલી ન શકી.

રમૈયા વસ્તાવૈયા

રમૈયા વસ્તાવૈયા

તેલુગુ ફિલ્મ નોવોસ્તાનાન્તેની રીમેક રમૈયા વસ્તાવૈયા દ્વારા શ્રુતિ હસને બૉલીવુડમાં કમબૅક કરવાની કોશિશ કરી, પરંતુ ફિલ્મને ખાસ સફળતા મળી નહીં.

શૉર્ટકટ રોમિયો

શૉર્ટકટ રોમિયો

નીલ નિતિન મુકેશ અને અમીષા પટેલની આ ફિલ્મ શૉર્ટકટ રોમિયો તામિળ ફિલ્મ થિરુટ્ટુ પયાલેની રીમેક હતી કે જે ફ્લૉપ સાબિત થઈ.

બૉસ

બૉસ

અક્ષય કુમાર અને અદિતી રાવ હૈદરી અભિનીત બૉસ ફિલ્મ પણ બૉક્સ ઑફિસે પિટાઈ ગઈ કે જે પોકિરી રાજાની રીમેક હતી.

English summary
Many sequels and remake movies released in 2013. Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X