Pics : વજન ઘટાડી 2014 જીતવા તૈયાર સુષ્મિતા!

મુંબઈ, 10 જાન્યુઆરી : ભૂતપૂર્વ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેને ફાઇનલી પોતાનું વજન ઓછુ કરી લીધું છે અને મોટા પડદે કમબૅકની તૈયારી કરી લીધી છે. આ અંગે તેઓ પોતે જ જાહેરાત કરી ચુક્યાં છે. સુષ્મિતાએ પોતે જણાવ્યું કે વર્ષ 2014 તેમનું થવા જઈ રહ્યું છે. તેઓ બે ફિલ્મોનું શૂટિંગ ટુંકમાં જ શરૂ કરવાના છે.

એક ઈવેંટ દરમિયાન સુષ્મિતાએ જણાવ્યું - હકીકતમાં હું 2013થી તૈયારી કરી રહી છું. હું જાણુ છું કે જ્યારે પણ કોઈ કલાકાર વજન ઘટાડે છે કે પાતળો કે ચુસ્ત દેખાવા લાગે છે, તો તેની પાછળ હંમેશા કોઈ એક કારણ હોય છે, પરંતુ હું પોતાના જીવનના તમામ પાસાઓ માટે સૌથી શ્રેષ્ઠ સમય માટે તૈયાર થઈ રહી છું. વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે 2014 મારૂ થવા જઈ રહ્યું છે.

સુષ્મિતાએ આ અગાઉ જણાવ્યુ હતું કે તેઓ સારી વાર્તાની રાહ જોઈ રહ્યાં છે અને તે મળતા જ કમબૅક કરશે. હવે તેમની પુત્રી અલીશા ત્રણ વર્ષની થઈ ગઈ છે અને તેઓ શાંતિથી ફિલ્મોમાં કામ કરી શકશે. સુષ્મિતાએ લગ્ન નથી કર્યાં, પણ તેઓએ બે દીકરીઓ દત્તક લીધી છે. તેમની નાની દીકરીનું નામ અલીશા છે કે જે હવે ત્રણ વર્ષની થઈ ચુકી છે.

સુષ્મિતા સેન છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં. 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તક સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સુષ્મિતાએ ઝોર, સિર્ફ તુમ, બીવી નંબર વન, ક્યોંકિ મૈં ઝૂઠ નહીં બોલતા, હિન્દુસ્તાન કી કસમ, આંખેં, મૈં હૂં ના તથા મૈંને પ્યાર ક્યોં કિયા જેવી અનેક સારી ફિલ્મોમાં કામ કર્યું છે. મૈં હૂં ના તથા બીવી નંબર વન તો તેમની યાદગાર ફિલ્મો છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઇવેંટમાં સુષ્મિતા

ઇવેંટમાં સુષ્મિતા

છેલ્લા ચાર વર્ષથી ફિલ્મી પડદેથી ગાયબ સુષ્મિતા સેન ઇવેંટ્સમાં દેખાતાં રહે છે. ગઈકાલે તેઓ રબલ નાઝી આર્ટ ફાઉન્ડેશનના એક ઈવેંટમાં હાજર રહ્યાં અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી.

ટુંકમાં બે ફિલ્મો

ટુંકમાં બે ફિલ્મો

સુષ્મિતાએ જણાવ્યું છે - વ્યાવસાયિક રીતે આપ આ વર્ષે મને કમબૅક કરતા જોઈ રહ્યાં છે. અમારી પાસે બે બહુ સારી જાહેરાતો છે. આશા છે કે આ જાહેરાતો ટુંકમાં જ થશે. સુષ્મિતા સેન બે ફિલ્મ પ્રોજેક્ટો અંગેની જાહેરાત થવાનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. તેમાં એકનું શૂટિંગ જુલાઈમાં શરૂ થવાનું છે.

વજન ઘટાડતાં સુષ

વજન ઘટાડતાં સુષ

ભૂતપૂર્વ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેને ફાઇનલી પોતાનું વજન ઘટાડ્યું છે અને તેઓ મોટા પડદે કમબૅક કરવાની તૈયારી કરી રહ્યાં છે.

દસ્તક પ્રથમ ફિલ્મ

દસ્તક પ્રથમ ફિલ્મ

વર્ષ 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તક સાથે અભિનેત્રી તરીકે શરુઆત કરના સુષ્મિતાએ જોર, સિર્ફ તુમ, બીવી નંબર વન, ક્યોંકિ મૈં ઝૂઠ નહીં બોલતા, હિન્દુસ્તાન કી કસમ, આંખેં, મૈં હૂં ના તથા મૈંને પ્યાર ક્યોં કિયા જેવી નોંધનીય ફિલ્મોમાં કામ કર્યું છે.

બે દીકરીઓ દત્તક

બે દીકરીઓ દત્તક

સુષ્મિતાએ બે દીકરીઓ દત્તક લીધી છે. તેમની નાની દીકરીનું નામ અલીશા છે કે જે હવે ત્રણ વર્ષની થઈ ચુકી છે. સુષ્મિતા સેન છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં.

શ્રીદેવી બનવાની ચાહત

શ્રીદેવી બનવાની ચાહત

સુષ્મિતાએ જણાવ્યું છે કે તેઓ શ્રીદેવીની કમબૅક ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ જેવી જ સ્ત્રી પ્રધાન ફિલ્મ દ્વારા કમબૅક કરવા માંગે છે.

મધર ટેરેસા ઍવૉર્ડ

મધર ટેરેસા ઍવૉર્ડ

થોડાક માસ અગાઉ જ સુષ્મિતાને ધ હાર્મની ફાઉન્ડેશને મધર ટેરેસા ઇંટરનેશનલ ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં. રબલ નાઝી આર્ટ ફાઉન્ડેશનમાં ઉપસ્થિત રહેલી અન્ય સેલિબ્રિટીઓની તસવીરો જોવા ક્લિક કરો.

અંજના

અંજના

રબલ નાજી આર્ટ ફાઉન્ડેશન ઈવેંટમાં ઉપસ્થિત અંજના સુખાણી.

ક્રિશિકા

ક્રિશિકા

રબલ નાજી આર્ટ ફાઉન્ડેશન ઈવેંટમાં ઉપસ્થિત ક્રિશિકા લુલા.

લવ

લવ

રબલ નાજી આર્ટ ફાઉન્ડેશન ઈવેંટમાં ઉપસ્થિત લવ સિન્હા.

પૂનમ

પૂનમ

રબલ નાજી આર્ટ ફાઉન્ડેશન ઈવેંટમાં ઉપસ્થિત પૂનમ સિન્હા.

વૈભવી

વૈભવી

રબલ નાજી આર્ટ ફાઉન્ડેશન ઈવેંટમાં ઉપસ્થિત વૈભવી મર્ચંટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X