ડબ્બુ રતનાનીના કેલેન્ડર શૂટ માટે ટોપલેસ થઇ આ હિરોઇન

Written By:
Subscribe to Oneindia News

હાલ સોશિયલ મીડિયામાં ડબ્બુ રતનાનીના 2017ના કેલેન્ડરનું ફોટોશૂટ ખૂબ ચર્ચામાં છે. બોલિવૂડના આ ફેમસ ફોટોગ્રાફરના 2017ના કેલેન્ડર શૂટ માટે એક હિરોઇને ટોપલેસ પોઝ આપ્યો છે. આ કેલેન્ડર ફોટોશૂટનો હજુ સુધી એક જ ફોટો બહાર આવ્યો છે અને આ ફોટો જોઇને કહી શકાય કે 2017નું ડબ્બુ રતનાનીનું કેલેન્ડર એકદમ સિઝલિંગ હોટ હશે.

બોલિવૂડની જે હિરોઇન આ કેલેન્ડર શૂટ માટે ટોપલેસ થઇ છે, એનું નામ છે દિશા પટાણી. જી હા, ટાઇગરની ગર્લફ્રેન્ડ અને 'એમએસ ધોની'થી બોલિવૂડમાં પદાર્પણ કરનારી દિશા પટાણીએ આ ફોટોશૂટ માટે અત્યંત હોટ પોઝ આપ્યો છે.

બેફિકર બની દિશા

બેફિકર બની દિશા

ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ તરીકે વધુ જાણીતી દિશા 'એમએસ ધોની'માં સાદી-સીધી યુવતીની ભૂમિકામાં જોવા મળી હતી, ટાઇગર સાથેના 'બેફિકરા' સોન્ગના વિડીયોમાં લોકોને દિશાના હોટ અવતાર જોવા મળ્યો હતો. આ જ દિશામાં આગળ વધતાં તેણે ડબ્બુ રતનાનીના 2017ના કેલેન્ડર માટે ટોપલેસ પોઝ આપ્યો છે. દિશાએ આ ફોટો પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને ત્યારથી આ ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

દરિયામાં યોગાસન

દિશાની બીજી જ ફિલ્મ જેકી ચેન સાથે આવી રહી છે, જેનું નામ છે 'કુંગ ફૂ યોગા'. આ ફિલ્મના પ્રમોશન માટે દિશાએ દરિયામાં યોગાસન કરતો હોટ વિડીયો પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

ટાઇગર સાથેનું રિલેશન

ટાઇગર સાથેનું રિલેશન

દિશા કે ટાઇગરે હજુ સુધી મીડિયામાં પોતાનું રિલેશન સ્વીકાર્યું નથી, પરંતુ તેઓ અવારનવાર પબ્લિક પ્લેસ પર એક સાથે જોવા મળે છે. થોડા સમય પહેલાં જ ટાઇગરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેની મમ્મી અને દિશા વચ્ચે કોઇ મતભેદ નથી અને તેની મમ્મીને દિશા પસંદ છે. હજુ આ ચર્ચા શમે એ પહેલાં બીજા ન્યૂઝ આવ્યા હતાં કે, દિશાના પ્રેમમાં પાગલ ટાઇગરને તેના પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલાએ વોર્નિંગ આપી હતી.

બીચ અવતાર

બીચ અવતાર

પરંતુ લાગે છે કે દિશાએ પોતાના ટાઇગર સાથેના રિલેશન સિવાયની વાતે ચર્ચામાં રહેવાનો નિર્ણય કરી લીધો છે. ન્યૂ યર પર દિશાએ પોતાના ફેન્સને વિશ કરવા માટે ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઇક આવો ફોટો પોસ્ટ કર્યો હતો. છેલ્લા થોડા સમયથી દિશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખાસા બોલ્ડ ફોટોઝ અપલોડ કરી રહી છે.

દિશાએ પકડી ગ્લેમરની દિશા

દિશાએ પકડી ગ્લેમરની દિશા

આ એમએસ ધોની ગર્લ પોતાના ગ્લેમરસ અવતાર દ્વારા લોકોનું મન જીતવાની પૂરી કોશિશ કરી રહી છે. તેની પહેવી ફિલ્મમાં દિશાનો રોલ નાનો હોવા છતાં તેની એક્ટિંગ અને સુંદરતાના ખૂબ વખાણ થયા હતા. સુંદર હોવાની સાથે જ દિશા પાસે વેલ ટોન્ડ બોડી છે અને તેને શો-ઓફ કરવાનો કોન્ફિડન્સ પણ છે. 'બેફિકરા' વીડિયોમાં તે પોતાની ડાન્સિંગ સ્કિલ પણ બતાવી ચૂકી છે અને હવે બીજી જ ફિલ્મ જેકી ચેન સાથે મેળવીને તેણે સાબિત કરી દીધું છે કે, તે આ ઇન્ડસ્ટ્રીમાં ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ સિવાયની ઓળખાણ ઊભી કરવા મક્કમ છે.

English summary
A bollywood actress goes topless for Dabboo Ratnani's 2017 calendar. Photo goes viral on social media.
Please Wait while comments are loading...