માધુરી દિક્ષિતને લઈને શોમાં અભદ્ર ટિપ્પણી કરાતા નેટફ્લિક્સને નોટીસ, જાણો શું છે પુરો વિવાદ?

પોતાની દમદાર એક્ટિંગ અને અદભુત ડાન્સ માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિતના લાખો લોકો ફેન છે. ફેન માધુરીને આજે પણ એટલો જ પ્રેમ કરે છે અને પોતાની ફેવરીટ ડાન્સિંગ ક્વિનને ફોલો કરતા રહે છે. જો કે આ વખતે માધુરી વિશે ચર્ચા કરવા પાછળનું કારણ તેની ફિલ્મો કે ડાન્સ નથી પરંતુ એક વિવાદ છે. હવે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

શું છે પુરો વિવાદ?
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, નેટફ્લિક્સ પર પ્રસારિત અમેરિકી શો બિગ બેંગ થિયરીમાં માધુરીને લઈને અભદ્ર ટિપ્પણી કરતા અપમાનજનક શબ્દો વપરાયા હતા. હવે આ મુદ્દે લેખક અને રાજકીય વિશ્લેષક મિથુન વિજય કુમારે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. આ નોટિસ દ્વારા મિથુન વિજય કુમારે ધ બિગ બેંગ થિયરીના આ એપિસોડને હટાવવાની માંગ કરી છે.

નોટિસમાં શું કહેવાયુ છે?
નેટફ્લિક્સને મોકલાયેલી નોટીસમાં મિથુન વિજય કુમારે કહ્યુ છે કે, આ શોમાં પાત્ર રાજ કૂથરાપલ્લી દ્વારા માધુરી દીક્ષિત પર કરવામાં આવેલી ટિપ્પણી માત્ર વાંધાજનક જ નહીં પરંતુ શો અને અભિનેતા વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની સામગ્રી સમાજ પર નકારાત્મક અસર કરી શકે છે. આ સિવાય આ ટિપ્પણી મહિલાઓ વિરુદ્ધ રૂઢિચુસ્તતાને પ્રોત્સાહન આપે છે. આ માટે તરત જ પ્લેટફોર્મ પરથી આ એપિસોડ હટાવી લેવો જોઈએ. જો OTT પ્લેટફોર્મ આમ નહીં કરે તો તેમની સામે મહિલાઓ સાથે ભેદભાવ કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

એપિસોડ હટાવવા માંગ
અહીં મિથુન વિજય કુમારે પોતાની નોટિસમાં કહ્યું છે કે, નેટફ્લિક્સ જેવી કંપનીઓએ સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સમજવી જોઈએ અને તેઓએ સમુદાયના સામાજિક મૂલ્યો અને લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવુ જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, ધ બિગ બેંગ થિયરી સીઝન 2ના પહેલા એપિસોડમાં અભિનેતા કુણાલ અય્યરે માધુરી દીક્ષિત માટે અપમાનજનક ટિપ્પણી કરી છે.












Click it and Unblock the Notifications
