Video: રિસેપ્શનમાં દીપિકાની સાડી ફસાઈ, રણવીરે આ રીતે સંભાળી

ઈટલીમાં લગ્ન બાદ દીપિકા અને રણવીરની રિસેપ્શન પાર્ટી ગઈ કાલે બેંગલુરુમાં યોજાઈ ગઈ. બેંગલુરુના ‘ધ લીલા પેલેસ' માં દીપિકા અને રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યુ.

ઈટલીમાં લગ્ન બાદ દીપિકા અને રણવીરની રિસેપ્શન પાર્ટી ગઈ કાલે બેંગલુરુમાં યોજાઈ ગઈ. બેંગલુરુના 'ધ લીલા પેલેસ' માં દીપિકા અને રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યુ. આ રિસેપ્શનમાં દીપિકાએ ગોલ્ડન સાડી અને હેવી જ્વેલરી પહેરી હતી. વળી, રણવીર સિંહે ડાર્ક રંગની કૉલર બંધ શેરવાની પહેરી હતી. દીપિકાને આ સાડી તેની માએ ભેટમાં આપી છે. બંને આ પ્રસંગે ખૂબ જ રૉયલ લુકમાં જોવા મળી રહ્યા હતા.

દીપિકાની અટકેલી સાડી સરખી કરવા લાગ્યા રણવીર

દીપિકાની અટકેલી સાડી સરખી કરવા લાગ્યા રણવીર

રિસેપ્શન દરમિયાન બંનેએ મીડિયા સામે પૉઝ આપ્યા. આ દરમિયાન કંઈક એવુ બન્યુ જેણે સૌનું ધ્યાન ખેંચી લીધુ. રણવીર દીપિકા માટે ખૂબ કેરિંગ છે. તેમનો આ કેરિંગ એટીટ્યુડ ઘણી વાર જોવામાં આવ્યો છે. રિસેપ્શન દરમિયાન દીપિકાના લાંબા પલ્લુવાળી સાડી વારંવાર તેના પગમાં અટકી રહી હતી. દીપિકાએ ઘણી વાર તેને સરખી કરી પરંતુ તે વારંવાર તેના પગમાં ફસાઈ રહી હતી.

બધાની સામે દીપિકાને કરી કિસ

બધાની સામે દીપિકાને કરી કિસ

જેવા પતિ રણવીરે દીપિકાને પરેશાન જોઈ. સારા પતિની જેમ તેની સાડી સરખી કરવામાં મદદ કરી. કોઈ સંકોચ વિના જાતે દીપિકાની અટકેલી સાડીને સરખી કરી અને પછી તેને ફ્લાઈંગ કિસ કરીને સૌનું દિલ જીતી લીધુ.

દીપિકા માટે ખૂબ કેરિંગ છે રણવીર

દીપિકા માટે ખૂબ કેરિંગ છે રણવીર

આ પહેલા પણ રણવીર દીપિકા માટે પોતાનો કેરિંગ એટીટ્યુડ બતાવી ચૂક્યા છે. લગ્ન બાદ રણવીર દીપિકાને ફેન્સ અને ફોટોગ્રાફર્સની ભીડથી બચાવવા માટે બાહોંમાં ભરીને લઈને ચાલતા જોવા મળ્યા હતા.

માએ ગિફ્ટ કરેલી સાડી પહેરી રિસેપ્શનમાં

માએ ગિફ્ટ કરેલી સાડી પહેરી રિસેપ્શનમાં

દીપિકાએ તેમની માએ આપેલી સાડી પહેરી છે. તેમની મા ઉજ્વલાએ આ સાડી તેમને ગિફ્ટમાં આપી છે. વળી રણવીરે ડિઝાઈનર રોહિત બલની ક્રિએશન પહેર્યુ છે. સમગ્ર આયોજન માટે સુરક્ષા ખૂબ જ કડક કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14 અને 15 નવેમ્બરે ઈટલીમાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંનેએ મહેંદી, સંગીત, કોંકણી લગ્ન અને આનંદ કારજના ફોટા શેર કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X