6 વર્ષ બાદ ફરી જોવા મળશે આમિર ખાન અને કરિના કપૂર, દિવાળી પર થશે ધમાકો!

6 વર્ષ બાદ ફરી જોવા મળશે આમિર ખાન અને કરિના કપૂર, દિવાળી પર થશે ધમાકો!

આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે. ફિલ્મ 2020 દિવાળી પર રિલીઝ થસે. હજુ ફિલ્મના સ્ટારકાસ્ટની ઘોષણા નથી થઈ. પરંતુ અફવાઓનું માનીએ તો ફિલ્મમાં આમિર ખાનની સાથે કરીના કપૂર જોવા મળી શકે છે. આમિર અને કરીના અગાઉ 3 ઈડિયટ્સ અને તલાશ જેવી ફિલ્મો સાથે કરી ચૂક્યાં છે. હાલ કરીના કપૂર ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં વ્યસ્ત છે. સાથે જ જજ તરીકે ટીવીવ શોમાં જોવા મળશે. હવે જોવાનું દિલચસ્પ રહેશે કે કરીના અને આમિર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શરૂઆત ક્યારે કરે છે. તેમને સાથે જોવા ભારે શાનદાર હશે.

કરી ઘોષણા

કરી ઘોષણા

રિપોર્ટ્સ મુજબ આમિર ખાન ખુદ પણ ઈચ્છે છે કે કરીના જ ફિલ્મમાં હોય. કેમ કે તેમની કેમેસ્ટ્રી લોકોને બહુ પસંદ આવી હતી. આમિર ખાને પોતાના જન્મદિવસના અવસર પર લાલ સિંહ ચઢ્ઢાની ઘોષણા કરી હતી. આ હૉલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગંપની હિંદી રીમેક હશે. ફિલ્મના નિર્દેશક અદ્વેત ચંદન હશે જેમણે સીક્રેટ સુપરસ્ટાર ડિરેક્ટ કરી હતી. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર આમિર ખાન અને વાયોકોમ 18 છે.

શૂટિંગ

શૂટિંગ

આમિર ખાને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર વાત કરતા કહ્યું કે અમે ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા છે અને હવે અમે આના પર કામ શરૂ કરી ચૂકયા છીએ. આ ફિલ્મમાં પંજાબી કેરેક્ટર નિભાવિશ. સાથે જ મારે 20 કિલો વજન પણ ઓછો કરવાનો છે. મેં તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મ સપ્ટેમ્બર 2019માં ફ્લોર પર આવી શકે છે, જ્યારે 2020માં રિલીઝ થશે.

આમિર ઉત્સાહિત છે

આમિર ઉત્સાહિત છે

આમિરે કહ્યું કે મને ફોરેસ્ટ ગંપ હંમેશાથી સારી ફિલ્મ લાગી છે. આ આખા પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ફિલ્મ છે. હાલ અમે ફિલ્મમાં મારો લુક કેવો હશે તેના પર ફોકસ કરી રહ્યા છીએ. અમે બધા આ ફિલ્મને લઈ બહુ ઉત્સાહિત છીએ.

ફૉરેસ્ટ ગંપ

ફૉરેસ્ટ ગંપ

ફૉરેસ્ટ ગંપ 1994માં આવેલ હૉલીવુડ રોમેન્ટિક કોમેડી ડ્રામા છે. આ એ વર્ષની સર્વશ્રેષ્ઠ હૉલીવુડ ફિલ્મ હતી. એટલું જ નહિ, આ ફિલ્મે તે વર્ષે 6 ઓસ્કાર અવોર્ડ પોતાના નામે કર્યા હતા જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ પણ સામેલ હતો.

ઉપન્યાસ પર આધારિત

ઉપન્યાસ પર આધારિત

આ ફિલ્મ વર્ષ 1986માં આવેલ એક ઉપન્યાસ પર આધારિત છે જેના લેખક વિનસટન ગ્રૂમ છે. સ્પષ્ટ છે કે હવે તમે સમજી જ ગયા હશો કે આમિરે આ ફિલ્મને કેમ પસંદ કરી...

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

આ ફિલ્મની કહાની ફૉરેસ્ટ ગંપ નામના કેરેક્ટરની આજુબાજુમાં ફરતી રહે છે. જે દિમાગી રીતે પૂરી રીતે વિકસિક નથી. પરંતુ તેના જીવનમાં કેટલાય વળાંક આવે છે. અને એક ઐતિહાસિક પુરુષ બની જાય છે.

શાનદાર અભિનય

શાનદાર અભિનય

ફિલ્મની કહાની સારી છે.. પરંતુ ફૉરેસ્ટ ગંપના કેરેક્ટરમાં ટૉમ હૈંકે જે કર્યું તેને મિલનો પથ્થર માનવામાં આવે છે. ફિલ્મ સંપૂર્ણપણે તેના દમદાર અભિનય પર ટકેલ છે. કોઈ શક નથી કે આની રીમેકમાં આમિર ખાન પોતાના 100 ટકા આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X