Box Office:દંગલની અધધધ કમાણી, 3 જ દિવસમાં તોડ્યો રેકોર્ડ

આમિર ખાનની મચ અવેઇટેડ ફિલ્મ 23 ડિસેમ્બરના રોજ રિલિઝ થઇ ચૂકી છે. ફિલ્મે પહેલા વિકએન્ડ પર કેટલી કમાણી કરી એ જાણો અહીં.

ફિલ્મ રિલિઝ થતાં જ એનું બોક્સઓફિસ કલેક્શન કેટલું થયું એ જાણવાની સૌને ઇંતેજારી હોય છે. એમાં પણ આમિર ખાન જેવા સુપરસ્ટારની ફિલ્મ હોય તો એનો ઉત્સાહ બમણો થઇ જાય છે. 23 ડિસેમ્બરના રોજ દેશભરમાં 'દંગલ' રિલિઝ થઇ ચૂકી છે. દર્શકો અને ક્રિટિક્સ બંન્નેએ આ ફિલ્મ ખૂબ વખાણી છે, માત્ર આમિર જ નહીં, પરંતુ આખી સ્ટાર કાસ્ટના ખૂબ વખાણ થઇ રહ્યાં છે.

dangal

'દંગલ'ને 2016ની બેસ્ટ ફિલ્મ કહેવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે શુક્રવારે 28.79 કરોડ સાથે શાનદાર ઓપનિંગ મેળવી છે. શનિવારે 34.82 કરોડ અને રવિવારે 42.35 કરોડની કમાણી કરી છે.

આ ફિલ્મનું બજેટ રૂ. 70 કરોડ છે અને સુપરહિટ થવા માટે આ ફિલ્મ 100 કરોડની કમાણી કરે એ જરૂરી હતું. આમિરની ફિલ્મે પહેલા વિકએન્ડમાં જ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લઇ લીધી છે. ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન છે, 106.95 કરોડ!

સુલતાન

સુલતાન

સલમાનની ફિલ્મ સુલતાનને પણ 36.54 કરોડનું ધમાકેદાર ઓપનિંગ મળ્યું હતું. આ સાથે જ તે ઇદની સૌથી મોટી બોલિવૂડ રિલિઝ કહેવાઇ હતી. સુલતાન ફિલ્મ પાસે 5 દિવસનું વિકએન્ડ હતું, જે દરમિયાન ફિલ્મે 180.36 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મનું 4 દિવસનું કલેક્શન હતું 180 કરોડ અને વર્લ્ડ વાઇડ કલેક્શનમાં તો 200 કરોડનો આંકડો પાર કર્યો હતો.

એમએસ ધોની

એમએસ ધોની

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમ એસ ધોનીએ ભારતમાં વિકએન્ડ પર 66 કરોડની કમાણી કરી હતી અને ઓવરસિઝમાં 22 કરોડ. આ ફિલ્મની વિકએન્ડની ટોટલ કમાણી હતી 114 કરોડ! આ વર્ષે વિકએન્ડમાં ઓવરસિઝ પર સૌથી વધુ કમાણી કરનાર આ ચોથી ફિલ્મ હતી અને સાથે જ વિકએન્ડમાં સૌથી વધુ કમાણી કરનાર બાયોપિકનો રેકોર્ડ પણ આ ફિલ્મને ફાળે છે.

રૂસ્તમ

રૂસ્તમ

આ વર્ષે આવેલી અક્ષય કુમારની તમામ ફિલ્મોએ 100 કરોડની કમાણી કરી હતી. અક્ષય કુમારની ફિલ્મ રૂસ્તમની વિકએન્ડની કમાણી હતી 50.42 કરોડ. આ ફિલ્મને 14.11 કરોડનું ઓપનિંગ મળ્યું હતું. ફિલમની ટોટલ કમાણી 200 કરોડથી ઉપર હતી.

એરલિફ્ટ

એરલિફ્ટ

અક્ષય કુમારની અન્ય ફિલ્મ એરલિફ્ટની 3 દિવસની કમાણી 44.30 કરોડ રૂપિયા હતી. આ ફિલ્મને 12.35 કરોડનું ઓપનિંગ મળ્યું હતું અને રવિવારે તેણે ઓપનિંગ ડે કરતાં પણ વધુ 17.35 કરોડની કમાણી કરી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X