Ira Khan-Nupur Shikhare: ઈરા ખાન અને નૂપુર શિખરેએ કર્યા કોર્ટ મેરેજ, હવે રાજસ્થાનમાં ગ્રાન્ડ વેડિંગ

Ira Khan Nupur Shikhare Wedding: બૉલિવુડ એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાને આખરે તેના લાંબા સમયથી બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કરી લીધા છે. જેનું આયોજન તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ કપલે તેમના મિત્રો અને પરિવાર વચ્ચે કોર્ટ મેરેજ કર્યા હતા.

ઈરા ખાન અને નૂપુર શિખરેના લગ્નની વિધિ 2 જાન્યુઆરી 2023થી શરૂ થઈ હતી. હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીના તમામ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સમાચાર અનુસાર, નૂપુર શિખરે અને ઇરા ખાને એટલે કે 3 જાન્યુઆરીની બપોરે લગ્ન કર્યા છે.

Ira Khan-Nupur Shikhare wedding

આ દરમિયાન આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ પણ હાજર હતા. લગ્નની નોંધણી પહેલા વર-કન્યાએ સંગીત સમારોહ પણ રાખ્યો હતો. હવે કોર્ટ મેરેજ બાદ નૂપુર શિખરે અને ઈરા ખાન ટૂંક સમયમાં રાજસ્થાનના ઉદયપુર જવા રવાના થશે.

ઉદયપુરમાં તેમના ભવ્ય લગ્ન થશે. તેનો આખો પરિવાર અને ખાસ મિત્રો પણ આમાં ભાગ લેશે. ઈરા અને નુપુરના આ ભવ્ય લગ્ન 8 જાન્યુઆરીના રોજ થશે. આ લગ્નમાં આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ પણ હાજરી આપે તેવી શક્યતા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

રિપોર્ટ્સનું માનીએ તો ઇરા ખાન અને નૂપુર શિખરેના લગ્ન બાદ તે બૉલિવુડ સ્ટાર્સ માટે રિસેપ્શન પાર્ટી આપશે. તેનું આયોજન 13 જાન્યુઆરીએ મુંબઈમાં કરવામાં આવશે. જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા મોટા સુપરસ્ટાર્સ પણ ભાગ લે તેવી શક્યતા છે. આ સિવાય મનોરંજન જગતની ઘણી મોટી હસ્તીઓ ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે નૂપુર શિખરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે શેરવાની પહેર્યા વગર જિમના કપડામાં દોડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના ઘણા મિત્રો પણ તેની સાથે જોડાતા જોવા મળ્યા હતા. નૂપુર જિમ ફ્રીક હોવાથી જાન લઈ જવાની તેની અનોખી રીત ચાહકોને પસંદ આવી હતી. હવે તે કાયમ માટે ઇરા ખાનનો હમસફર બની ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X