Pics : બ્યુટીફુલ છે આમિર-રીનાની પુત્રી ઈરા!

મુંબઈ, 6 નવેમ્બર : ભલે પોતાના અભિનય અને મજબૂત બાંધા વડે આમિર ખાને પોતાની ઉંમર ઓછી કરી નાંખીય હોય, પણ એ વાત જરાય ખોટી નથી કે આમિર મિયા બે યુવાન બાળકોના પિતા પણ છે. હા જી, આમિર ખાના પ્રથમ લગ્નથી બે બાળકો જુનૈદ તથા ઈરા છે કે જે સામાન્ય રીતે લાઇમલાઇટથી ઘણા દૂર રહે છે અને ઇવેંટ્સમાં બહુ ઓછા દેખાય છે, પણ જ્યારે ઘરની પાર્ટી હો, તો તેઓ ક્યાં છુપાય.

આમિર ખાને પોતાના ઘરે બૉલીવુડ અને નજીકના મિત્રો માટે દિવાળીની શાનદાર પાર્ટી યોજી કે જેમાં તેમના ત્રણે બાળકો ઈરા-જુનૈદ તથા આઝાદ દેખાયાં. ઈરાને જોઈ સૌ દંગ રહી ગયાં. લીલા રંગની કાળી બૉર્ડરની સાડી પહેરેલ ઈરા જ્યારે પાર્ટીમાં પહોંચી, તો સૌની નજરો તેની તરફ અંકાઈ ગઈ. કેટલીક બૉલીવુડ હસ્તીઓએ દબાયેલી જીભે કહેવું પણ શરૂ કરી દીધું કે ઈરા બહુ બ્યુટીફુલ છે. હવે તો તેને જલ્દીથી પડદા ઉપર દેખાવું જોઇએ. વિશ્વાસ ન થતો હોય, તો આપ નીચેની સ્લાઇડ ફેરવીને જોઈ શકો છો ઈરાના સૌંદર્યને.

નોંધનીય છે કે આમિર ખાને 1988માં પ્રથમ ફિલ્મ કયામત સે કયામત તક રિલીઝ થતા પહેલા રીના સાથે પ્રેમલગ્ન કર્યુ હતું. આ લગ્ન દ્વારા તેમને બે બાળકો ઈરા અને જુનૈદ છે, પણ કોણ જાણે કેમ બંને પછીથી જુદા થઈ ગયાં અને આમિરના જીવનમાં કિરણ રાવ આવી ગયાં. કિરણને કેટલીક શારીરિક ખામીઓને પગલે આમિર-કિરણે સરોગેટ સંતાન આઝાદ હાસલ કર્યું. આઝા દિવાળીની પાર્ટીમાં દેખાયો તો ખરો, પણ પોતાના દાદીના ખોળામાં સૂતેલો જ હતો.

ખૂબ સુંદર લાગે છે ઈરા

ખૂબ સુંદર લાગે છે ઈરા

આમિર ખાનની દિવાળી પાર્ટીમાં આમિરની પુત્રી ઈરા સાડીમાં નજરે પડી. તેને જોઈ બધા જોતા જ રહી ગયાં.

હીરોઇન લાયક ઈરા

હીરોઇન લાયક ઈરા

કેટલીક બૉલીવુડ હસ્તીઓએ દબાયેલી જીભે કહ્યું પણ ખરું કે ઈરા બહુ હસીન છે. હવે તો તેને પડદા ઉપર દેખાવું જોઇએ.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

આમિરની દિવાળી પાર્ટીમાં અનુષ્કા શર્મા પણ હતાં કે જેઓ આજકાલ આમિરની ફિલ્મ પીકેમાં કામ કરી રહ્યાં છે.

સિદ્ધાર્થ-વિદ્યા

સિદ્ધાર્થ-વિદ્યા

આમિરની દિવાળી પાર્ટીમાં સિદ્ધાર્થ રૉય કપૂર અને તેમના પત્ની વિદ્યા બાલન પણ હાજર હતાં.

કરણ જૌહર

કરણ જૌહર

આમિરની દિવાળી પાર્ટીમાં પહોંચેલા કરણ જૌહર કે જેઓ આમિર સાથે એક બહેતરીન પટકથા પર વિચાર કરી રહ્યાં છે.

અનિલ કપૂર

અનિલ કપૂર

આમિરની દિવાળી પાર્ટીમાં અનિલ કપૂર બહુ ખુશખુશાલ દેખાતા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X