For Quick Alerts
For Daily Alerts
પહેલા જ દિવસે ધૂમ 3 આગળ ઘુંટણીએ થઈ ચેન્નઈ એક્સપ્રેસ!
મુંબઈ, 20 ડિસેમ્બર : વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3એ પહેલા જ દિવસે ઘરેલુ સિનેમા ઘરોમાં ઐતિહાસિક ઓપનિંગ કરી છે. બિઝનેસ પન્ડિતોના જણાવ્યા મુજબ ફિલ્મે પહેલા જ દિવસે 35 કરોડ કરતા વધુનો બિઝનેસ કરી લીધો છે. શુક્રવારે 4500 સ્ક્રીન્સ ઉપર રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ અને તામિળમાં પણ બની છે અને તેણે જોરદાર ઓપનિંગ કર્યું છે.
ધૂમ 3 ફિલ્મનું ફીડબૅક પણ ખૂબ સારૂ છે, પરંતુ અત્યારથી ફિલ્મ વિશે કંઇક કહેવું વધુ પડતું ગણાશે, પરંતુ જે રીતે તેની ઓપનિંગ થઈ છે, તે જોતા લાગે છે કે ધૂમ 3 વર્ષ 2013ના તમામ રેકૉર્ડ ભાંગી પાડશે. ગઈકાલે રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે. આદિત્ય ચોપરા નિર્મિત ફિલ્મ ધૂમ 3ના દિગ્દર્શક વિષ્ણુ આચાર્ય છે.
dhoom 3 aamir khan abhishek bachchan katrina kaif shahrukh khan chennai express bollywood ધૂમ 3 આમિર ખાન અભિષેક બચ્ચન કૅટરીના કૈફ શાહરુખ ખાન ચેન્નઈ એક્સપ્રેસ બૉલીવુડ
English summary
Aamir Khan's Dhoom 3 Gets Overwhelming Response At Box Office.Trade experts predict that it is really historic opening for Dhoom 3, which will definitely set new record in the Indian cinema.
Story first published: Saturday, December 21, 2013, 11:40 [IST]