આ ‘શાહરુખ’ હટાવો, મને ડિસ્ટ્રેક્ટ કરે છે : આમિર ખાન
મુંબઈ, 16 એપ્રિલ : દિલ તો પાગલ હૈ વાળા શાહરુખ ખાને આમિર ખાનને ધૂમ 3ના શૂટિંગ દરમિયાન પરેશાન કરી નાંખ્યા. આમિર ખાન એટલા ડિસ્ટર્બ થઈ ગયાં કે તેમણે શૂટિંગ અટકાવી દીધું. જોકે આખરે તેમણે આ નડતરરૂપ શાહરુખ સામે જ શૂટિંગ કરવું પડ્યું.

મળતી માહિતી પ્રમાણે આમિર ખાન તાજેતરમાં યશરાજ સ્ટુડિયો ખાતે પોતાની ધૂમ 3 ફિલ્મના એક ડાન્સ નંબર માટે કૅટરીના કૈફ સાથે રિહર્સલ કરતા હતાં, ત્યારે જ તેમની નજર સામે લાગેલા પોસ્ટર ઉપર પડી. આ પોસ્ટર શાહરુખ ખાનની ફિલ્મ દિલ તો પાગલ હૈનું હતું. આ પોસ્ટર જોયા બાદ આમિર ખાન પોતાના ડાન્સ ઉપર ધ્યાન એકાગ્ર નહોતા કરી શકતાં.
થોડાક વખત સુધી જ્યારે આમિર ખાને મુશ્કેલી અનુભવી, તો તેમણે શૂટિંગ થોભાવી પોસ્ટર હટાવવા કહ્યું. તેમણે જણાવ્યું કે આ પોસ્ટર મને ડિસ્ટ્રેક્ટ કરે છે. જોકે યશરાજ સ્ટુડિયોના સ્ટાફે આમિર ખાનને વિનમ્રતાપૂર્વક જણાવ્યું કે તેમને હૉલમાંથી કોઈ પણ વસ્તુ ખસેડવાનો હક નથી. અંતે આમિર ખાનને શાહરુખના પોસ્ટર સામે જ શૂટિંગ કરવુ પડ્યું.












Click it and Unblock the Notifications
