‘પીકે’ Nude થઈ ગયો ગઝની : જુઓ અગાઉ કોણે કર્યા આવા ‘કારનામા’

મુંબઈ, 1 ઑગસ્ટ : આજે બૉલીવુડમાં કામ કરતા આમિર ખાનને 25 વર્ષ કરતા વધુ થઈ ગયા છે. આમિર ખાનનો હિન્દી સિનેમામાં પોતાનો એક જુદો મુકામ અને ઓળખ છે કે જ્યાં સુધી સૌ કોઈ નથી પહોંચી શકતાં. આજે આમિર ખાને પોતાની જાતને ક્યાંય સાબિત કરવાની જરૂર નથી, પણ આ પૉઝિશને આવી આમિર ખાન જો તેવુ કામ કરે કે જે એક નવોદિત કલાકાર કરે છે, તો આશ્ચર્ય તો થાય જ ને.

આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પીકેનું પહેલુ પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે કે જે જોઈને સૌ શૉક્ડ છે. પોસ્ટરમાં આમિર ખાન સમ્પૂર્ણપણે ન્યુડ છે અને પોતાના પ્રાઇવેટ પાર્ટને એક રેડિયો દ્વારા છુપાયેલા છે.

નોંધનીય છે કે રાજકુમાર હીરાણીની ફિલ્મ પીકેમાં આમિર ખાન એક પાગલના રોલમાં છે કે જે ભગવાનની શોધમા છે. દરેક રોલ માટે આમિર ખાન સખત મહેનત કરે છે, પણ એવી તો કઈ પરિસ્થિતિઓ આવી પડી કે આમિરે ન્યુડ થવુ પડ્યું. પીકે ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત અને સંજય દત્ત લીડ રોલમાં છે.

ચાલો જોઇએ પીકેના પોસ્ટર પર ન્યુડ આમિર અને અગાઉ કયા-કયા એક્ટર થયા છે સ્ક્રીન પર ન્યુડ :

ન્યુડ આમિર

ન્યુડ આમિર

આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પીકેનું પહેલુ પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે કે જે જોઈને સૌ શૉક્ડ છે. પોસ્ટરમાં આમિર ખાન સમ્પૂર્ણપણે ન્યુડ છે અને પોતાના પ્રાઇવેટ પાર્ટને એક રેડિયો દ્વારા છુપાયેલા છે.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ પોતાના રોલ માટે બે વખત ઑનસ્ક્રીન સ્ટ્રિપ્ડ થયાં છે. પહેલી વાર આપણે જ્હૉનને ન્યુયૉર્ક ફિલ્મમાં ન્યુડ થતા જોયા હતાં, તો બીજી વાર તેઓ દોસ્તાના ફિલ્મમાં કંઇક આ રીતે ન્યુડ થતા જણાયા હતાં.

નીલ નિતિન મુકેશ

નીલ નિતિન મુકેશ

જેલ ફિલ્મમાં નીલ નિતિન મુકેશ આ દૃશ્યમાં સમ્પૂર્ણપણે નગ્ન થઈ જાય છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂર પોતાની પહેલી જ ફિલ્મ સાવરિયામાં ન્યુડ થયા હતાં. તેમણે એક ગીતમાં આ રીતે પોતાના નગ્ન શરીરને સફેદ કપડા વડે ઢાંક્યુ હતું.

ઋષિ કપૂર

ઋષિ કપૂર

રણબીરના પિતા ઋષિ કપૂરે જ્યારે બૉબી ફિલ્મમાં કપડા ઉતાર્યા હતાં, ત્યારે બહુ ચર્ચિત બન્યા હતાં. 70ના દાયકામાં ઋષિ દ્વારા આવુ દૃશ્ય આપવું સાહસજનક હતું.

રાહુલ બોસ

રાહુલ બોસ

સ્પ્લિટ વાઇડ ઓપન ફિલ્મમાં રાહુલ બોસે ઑનસ્ક્રીન ન્યુડ થઈ મોટા વિવાદો ઊભા કર્યા હતાં.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

નેશનલ ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ કાઇ પો છેના સ્ટાર રાજકુમાર રાવ તાજેતરમાં શાહિદ ફિલ્મના એક દૃશ્યમાં ન્યુડ થયા હતાં. અહીં સુધી કે ફિલ્મના પોસ્ટરમાં પણ તેઓ ન્યુડ દેખાતા હતાં.

રજિત કપૂર

રજિત કપૂર

ટ્રેન ટૂ પાકિસ્તાન ફિલ્મમાં રજિત કપૂરે પણ નગ્ન થવુ પડ્યુ હતું. ફિલ્મના એક દૃશ્યમાં પોલીસ રજિત કપૂરના ધર્મની તપાસ કરવા માટે તેમને નગ્ન થવા મજબૂર કરે છે.

રાજ સિંહ ચૌધરી

રાજ સિંહ ચૌધરી

ગુલાલ ફિલ્મમાં રૅગિંગના દૃશ્ય માટે રાજ સિંહ ચૌધરીએ પણ ન્યુડ થવુ પડ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X