Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Times Celebex : આમિર-કૅટ નંબર 1, દીપિકાની મોટી છલાંગ, તો સન્નીની એન્ટ્રી!

મુંબઈ, 17 ફેબ્રુઆરી : વર્ષ 2013ના અંતે રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મે વર્ષની તમામ ફિલ્મોના રેકૉર્ડ્સ તોડી નંબર વનની પૉઝિશન હાસલ કરી અને ફિલ્મ 400 કરોડનો બિઝનેસ કર્યો કે જે પોતાની રીતે એક મોટી બાબત છે. બીજી બાજુ ફિલ્મમાં પહેલી વાર રૂપેરી પડદે સાથે દેખાયેલી આમિર ખાન અને કૅટરીના કૈફની જોડી પણ દર્શકોને ખૂબ જમી અને લોકોને આશા છે કે ફરી વાર આ જોડી પડદા ઉપર જોવા મળશે.

એટલે જ તો ટાઇમ સેલિબેક્સ વેબસાઇટના 2013 માટેના સર્વેમાં આમિર ખાન અને કૅટરીના કૈફને નંબર વન પૉઝિશન હાસલ થઈ છે. અભિનેતાઓની યાદીમાં આમિર ખાન હીરો નંબર વન બન્યાં છે, તો અભિનેત્રીઓની યાદીમાં કૅટરીના કૈફ નંબર વન પૉઝિશન હાસલ કરવામાં સફળ રહ્યાં છે.

ટાઇમ સેલિબેક્સ સર્વેનું મહત્વનું તારણ એ છે કે આમિર ખાને જે નંબર વન પૉઝિશન હાસલ કરી છે, તે બૉલીવુડના બાદશાહ એટલે કે શાહરુખ ખાનને માત આપી હાસલ કરી છે. આમિર ખાને માત્ર શાહરુખ જ નહીં, પણ સલમાન ખાન, અમિતાભ બચ્ચન ને શાહિદ કપૂરને માત આપી નંબર વન પૉઝિશન હાસલ કરી છે. આમિર ખાન 2012મા 6ઠી પૉઝિશને હતાં, તો શાહરુખ ખાન પહેલા નંબરે હતાં.

બીજી બાજુ કૅટરીના કૈફ સતત બીજા વર્ષે નંબર વન પૉઝિશન પર રહ્યાં છે. 2012માં પણ કૅટરીના નંબર વન રહ્યા હતાં, તો સૌથી મોટી છલાંગ લગાવી છે દીપિકા પાદુકોણેએ. દીપિકા પાદુકોણે 2012માં આઠમા સ્થાને હતાં, પરંતુ 2013માં ચાર-ચાર ફિલ્મોની સફળતા સાથે દીપિકા પાદુકોણે બીજા સ્થાને આવી ગયાં છે. વધુ એક મહત્વની બાબત એ છે કે પોર્ન એક્ટ્રેસમાંથી બૉલીવુડ અભિનેત્રી બનનાર સન્ની લિયોને આ યાદીમાં ધડાકાભેર એન્ટ્રી મારી છે.

ચાલો તસવીરો સાથે જોઇએ ટાઇમ સેલિબેક્સ 2013ની યાદી અને જોઇએ 2012ની સરખામણીએ કોણ ચઢ્યું ને કોણ પડ્યું :

આમિર નંબર 1

આમિર નંબર 1

આમિર ખાન ટાઇમ સેલિબેક્સ 2013ની યાદીમાં ટોચના સ્થાને છે. તેમણે 58 અંકો સાથે પ્રથમ સ્થાન હાસલ કર્યું છે. આમિર ખાને વર્ષ 2013ના અંતે ધૂમ 3 જેવી સુપરહિટ ફિલ્મ આપી. આમિર ખાન 2012માં આ યાદીમાં છેક 6ઠા સ્થાને હતાં. તેમણે આ વખતે મોટી છલાંગ લગાવી છે. એટલું જ નહીં, આમિરે સલમાન અને અમિતાભને માત આપીને નંબર વન સ્થાન હાસિલ કર્યું છે.

સલમાન નંબર 2

સલમાન નંબર 2

સલમાન ખાન આ યાદીમાં 42 અંકો સાથે બીજા સ્થાને રહ્યાં છે. વર્ષ 2013માં સલમાનની કોઈ ફિલ્મ નહોતી આવી. 2012માં પણ તેઓ આ જ સ્થાને હતાં.

શાહરુખ નંબર 3

શાહરુખ નંબર 3

નંબર 3 ઉપર રહ્યાં છે શાહરુખ ખાન. ચેન્નઈ એક્સપ્રેસ જેવી સફળ ફિલ્મ આપવા છતાં શાહરુખ ખાન 37 અંક સાથે ત્રીજા સ્થાને ફસકી પડ્યાં, કારણ કે ધૂમ 3 ભારે પડી છે. શાહરુખ ખાન 2012માં પહેલા સ્થાને હતાં. 2012માં ત્રીજા સ્થાને અજય દેવગણ હતાં.

અમિતાભ નંબર 4

અમિતાભ નંબર 4

બિગ બી અમિતાભ બચ્ચન 31 અંકો સાથે આ યાદીમાં ચોથા સ્થાને રહ્યાં છે. તેમની પૉઝિશનમો એક પૉઝિશનનો સુધારો થયો છે. 2012માં બિગ બી પાંચમા સ્થાને હતાં. 2012માં ચોથું સ્થાન અક્ષય કુમાર ધરાવતા હતાં.

શાહિદ નંબર 5

શાહિદ નંબર 5

વર્ષ 2013માં ફટા પોસ્ટર નિકલા હીરો અને આર રાજકુમાર જેવી શાનદાર ફિલ્મો આપનાર શાહિદ કપૂરે આ યાદીમાં ધડાકાભેર એન્ટ્રી કરી 30 અંકો મેળવી પાંચમી પૉઝિશન હાસલ કરી છે. 2012માં તેઓ યાદીમાં નહોતાં તથા પાંચમા સ્થાને અમિતાભ હતાં.

અભિષેક નંબર 6

અભિષેક નંબર 6

અમિતાભના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચને પણ આ યાદીમાં ધૂમ 3 સાથે એન્ટ્રી કરી છે. અભિષેક 27.5 અંકો સાથે છઠા સ્થાને રહ્યાં છે. 2012માં તેઓ યાદીમાં નહોતાં તથા છઠા સ્થાને આમિર ખાન હતાં.

રણબીર નંબર 7

રણબીર નંબર 7

2013માં યે જવાની હૈ દીવાની સફળ ફિલ્મ પછી બેશરમ જેવી ફ્લૉપ ફિલ્મ આપનાર રણબીર કપૂર 25 અંકો સાથે સાતમા સ્થાને રહ્યાં છે. જોકે 2012માં તેઓ નવમા સ્થાને હતાં. 2012માં સાતમુ સ્થાન સંજય દત્ત ધરાવતા હતાં કે જેઓ આજકાલ જેલના ચક્કર કાપી રહ્યાં છે.

હૃતિક નંબર 8

હૃતિક નંબર 8

2013માં ક્રિશ 3 જેવી શાનદાર ફિલ્મ આપનાર હૃતિક રોશનની પૉઝિશનમાં સુધારો થયો છે. હૃતિક આ યાદીમાં 23.3 અંકો સાથે આઠમા સ્થાને રહ્યાં છે. 2012માં હૃતિક 10મા સ્થાને હતાં. 2012માં 8મા સ્થાને સૈફ અલી ખાન હતાં.

અક્ષય નંબર 9

અક્ષય નંબર 9

અક્ષય કુમાર આ યાદીમાં 23 અંકો સાથે નવમી પૉઝિશને રહ્યાં છે. અક્ષય 2012માં 4થુ સ્થાન ધરાવતા હતાં. 2012માં નવમા સ્થાને રણબીર કપૂર હતાં.

સૈફ નંબર 10

સૈફ નંબર 10

આ યાદીમાં સૈફ અલી ખાન 22.5 અંકો સાથે 10મા સ્થાને રહ્યાં છે. 2012માં તેઓ 8મુ સ્થાન ધરાવતા હતાં. 2012માં 10મા સ્થાને હૃતિક રોશન હતાં. (ચાલો હવે જોઇએ અભિનેત્રીઓની પૉઝિશન્સ)

કૅટ નંબર 1

કૅટ નંબર 1

ટાઇમ સેલિબેક્સ 2013ની યાદીમાં કૅટરીના કૈફ નંબર 1 રહ્યાં છે. તેમને 59 અંકો મળ્યાં છે. કૅટરીના 2012માં પણ નંબર 1 જ હતાં. કૅટરીનાએ 2013માં ધૂમ 3 જેવી સફળ ફિલ્મમાં કામ કર્યુ હતું.

દીપિકા નંબર 2

દીપિકા નંબર 2

આ યાદીમાં સૌથી લાંબી છલાંગ દીપિકા પાદુકોણેએ મારી છે. દીપિકાએ 39 અંકો સાથે બીજુ સ્થાન હાસલ કર્યું છે. 2012માં તેઓ છેક 8મા સ્થાને હતાં. 2013માં ચાર-ચાર સફળ ફિલ્મો આપી દીપિકાએ મોટી છલાંગ લગાવી છે. જોકે તેઓ કૅટને માત ન આપી શક્યાં. 2012માં બીજા સ્થાને સોનાક્ષી સિન્હા હતાં.

સોનાક્ષી નંબર 3

સોનાક્ષી નંબર 3

સોનાક્ષી સિન્હાએ 36 અંકો સાથે ત્રીજુ સ્થાન મેળવ્યું છે. સોનાક્ષીની પૉઝિશનમાં ઘટાડો થયો છે. 2012માં તેઓ બીજા સ્થાને હતાં. 2012માં ત્રીજા સ્થાને કરીના કપૂર હતાં.

કરીના નંબર 4

કરીના નંબર 4

કરીના કપૂર આ યાદીમાં 35.5 અંકો સાથે ચોથા સ્થાને ફસકી પડ્યાં છે. ગત વખતે તેઓ ત્રીજા સ્થાને હતાં. ગત વખતે ચોથુ સ્થાન અનુષ્કા શર્મા ધરાવતા હતાં.

પ્રિયંકા નંબર 5

પ્રિયંકા નંબર 5

2013માં કોઈ ખાસ સફળતા નહીં હાસલ કરનાર પ્રિયંકા ચોપરાએ 29.8 અંકો સાથે પાંચમી પૉઝિશન હાસલ કરી છે. તેઓ 2012માં પણ આ જ પૉઝિશને હતાં.

માધુરી નંબર 6

માધુરી નંબર 6

માધુરી દીક્ષિત 27 અંકો સાથે છઠા સ્થાને રહ્યાં છે. માધુરીની પૉઝિશનમાં ચારનો સુધારો થયો છે. ગત વખતે તેઓ 10મા સ્થાને હતાં. ગત વખતે 6ઠુ સ્થાન ઐશ્વર્યા રાય ધરાવતા હતાં. 2013ની યાદીમાંથી ઐશ આઉટ થઈ ગયાં છે.

વિદ્યા નંબર 7

વિદ્યા નંબર 7

વિદ્યા બાલને 21.5 અંકો સાથે આ યાદીમાં એન્ટ્રી સાતમુ સ્થાન મેળવ્યું છે. ગત વખતે 7મા સ્થાને જુહી ચાવલા હતાં.

જુહી નંબર 8

જુહી નંબર 8

જુહી ચાવલા આ યાદીમાં 19 અંકો સાથે આઠમા સ્થાને રહ્યાં છે. જુહી 2012માં સાતમુ સ્થાન ધરાવતા હતાં. ગત વખતે આઠમુ સ્થાન દીપિકા પાદુકોણે ધરાવતા હતાં.

સન્ની નંબર 9

સન્ની નંબર 9

પોર્ન એક્ટ્રેસમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા સન્ની લિયોને આ યાદીમાં ધડાકાભેર એન્ટ્રી કરી છે. તેઓ 18 અંકો સાથે નવમા સ્થાને રહ્યાં છે. ગત વખતે નવમુ સ્થાન કાજોલ પાસે હતું.

કાજોલ નંબર 10

કાજોલ નંબર 10

કાજોલ 17.5 અંકો સાથે આ યાદીમાં દસમા સ્થાને રહ્યાં છે. ગત વખતે તેઓ નવમા સ્થાને હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X