For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજપુરી ભાષા શીખી રહ્યાં છે આમિર, પીકેમાં બોલશે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 એપ્રિલ : બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ એટલે કે આમિર ખાન પોતાના રોલની સજીવતા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પોતાના પાત્રના હિસાબે તેઓ લુક અને બૉડી લૅંગ્વેજ ધારણ કરવામાં પણ માહેર છે. તેથી જ તેઓ પોતાની આવનાર ફિલ્મ પીકે માટે હાલ ભોજપુરી ભાષા શીખી રહ્યાં છે.

aamir-khan

મળતી માહિતી મુજબ પીકે ફિલ્મમાં આમિર ખાને ભોજપુરી ભાષામાં વાત કરવી છે. જોકે ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન ખાતે થઈ રહ્યું છે. તેથી આમિરનું ભોજપુરી શીખવું આશ્ચર્યજનક લાગે છે, કારણ કે ફિલ્મ જો જયપુર ખાતે શૂટ થતી હોય, તો આમિરે ભોજપુરી ભાષા શીખવાની શી જરૂર છે?

હવે આ પ્રશ્નનો ઉત્તર તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ મળી શકે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર હીરાણી છે. ફિલ્મમાં આમિરના હીરોઇન અનુષ્કા શર્મા છે. પીકેમાં આમિર-અનુષ્કાનું લાંબુ લિપલૉક પણ છે. કહે છે કે પીકે ફિલ્મમાં આમિર ખાન દારૂડિયાનો રોલ કરી રહ્યાં છે અને ગાંડાની જેમ ભગવાનને શોધે છે. અને એક દિવસ તેમની શોધ પૂરી થાય છે.

English summary
Super Star Aamir Khan learns Bhojpuri for PK. This Film is Directed by Rajkumar Hirani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X