લો બોલો, ચીનમાં ઉજવાયો આમીર ખાનનો જન્મદિવસ, તસવીરો વાયરલ
બૉલીવુડ સુપરસ્ટાર્સને ફેન્સ કેટલો પ્રેમ કરે છે તે કોઈનાથી છૂપું નથી રહ્યું અને માત્ર દેશમાં જ નહિ બલકે વિદેશોમાં પણ તેમને ફેન્સનો પ્રેમ મળતો રહે છે. ઈન્ડિયન સિનેમાના કેટલાક સિતારા એવા પણ છે જેઓ વિદેશમાં પણ ઘણા પસંદ કરાય છે અને તેમની ફિલ્મો ત્યાં પણ શાનદાર બિઝનેસ કરે છે. આવા જ એક સ્ટાર છે સુપરસ્ટાર આમિર ખાન.
ચીનમાં તેમની ફેનફોલોઈંગ શાનદાર છે અને તેમની હરેક ફિલ્મ ચીનમાં રિલીઝ થાય છે જેને ફેન્સ પણ ખુબ પસંદ કરે છે. પરંતુ હાલમાં જ કંઈક એવું થયું જેનાથી આમિર ખાનની સાથોસાથ તેમના ભારીતય ફેન્સ પણ બહુ ખુશ થયા. જણાવી દઈએ કે આમિર ખાનનો જન્મદિવસ ચીનમાં પણ ઉજવાયો અને તેની કેટલીક તસવીરો ચીન સ્થિત ભારતીય દૂતાવાસથી સતત વાયરલ થઈ રહી છે.

અધ્યાપકનો રોલ
આમિર ખાનની ફિલ્મ તારે જમીન પર આ દરમ્યાન ચલાવવામાં આવી હતી જે ખુબ શાનદાર છે. આ ફિલ્મમાં આમિર ખાને શિક્ષકનો રોલ નિભાવ્યો છે જે એક બાળક પર ઘણી મહેનત કરે છે.

મોટા કલાકાર
ચીનથી સામે આવી રહેલી આ તસવીરોથી અંદાજો લગાવી શકાય છે કે આમિર ખાન કેટલા મોટા કલાકાર છે અને તેમની ફેન ફોલોઈંગ કેવી છે.

દંગલ અને સીક્રેટ સુપરસ્ટાર
હાલમાં જ આમિર ખાનની ફિલ્મ દંગલ અને સીક્રેટ સુપરસ્ટાર અહીં રિલીઝ થઈ હતી અને બંને ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો હતો.

વર્કફ્રંટ
વર્કફ્રંટની વાત કરીએ તો હાલ આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈ વ્યસ્ત છે અને તેમનું ફિલ્મ શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે.

કરીના કપૂર ખાન
આ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનેત્રી કરીના કપૂર ખાન જોવા મળશે જે હાલ આરામ ફરમાવી રહી છે.

વડા પડદા પર વાપસી
આમિર ખાનની વાત કરીએ તો તેઓ ઘણા સમયથી મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે અને આ ફિલ્મથી તેમને ઘણી ઉમ્મીદો પણ છે.
ગૌહર ખાને કર્યુ કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન, BMCએ પોલિસમાં નોંધાવી FIR