Must Watch : ધૂમ 3ના ટીઝરમાં છવાયાં આમિર

મુંબઈ, 5 સપ્ટેમ્બર : આ વર્ષની મોસ્ટઅવેટેડ ફિલ્મોમાંની એક ધૂમ 3નું ટીઝર લૉન્ચ થઈ ગયું છે. એક મિનિટ 24 સેકેંડના આ ટીઝરમાં ફિલ્મના વિલન આમિર ખાન જ છવાયેલાં છે.

યશ રાજ ફિલ્મ્સની ધૂમ 3 ફિલ્મમાં અભિષેક બચ્ચન, કૅટરીના કૈફ તથા ઉદય ચોપરા પણ છે અને ટીઝરમાં તેઓની પણ ઝલક દેખાય છે, પરંતુ બહુઓછી. ફિલ્મના ટીઝરને જોઈને ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધુ જાગી ઉઠશે. હવામાં સ્ટંટ્સ તથા કરતબો કરતાં સ્ટર્સને જોઈ ફૅન્સ ઘેલાં થઈ જશે. ધૂમ 3 ફિલ્મ આગામી 20મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

ધૂમ 3 ફિલ્મ ધૂમની ત્રીજી સિક્વલ છે. અગાઉ બીજી સિક્વલ તરીકે ધૂમ 2 ફિલ્મ આવી હતી. ત્રણે ફિલ્મોમાં નાયક અને સહાયક નાયક એકના એક એટલે કે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા રહ્યા છે, પણ ખલનાયક બદલાતાં રહ્યાં છે. ધૂમમાં ખલનાયક જ્હૉન અબ્રાહમ હતાં, તો ધૂમ 2માં તેમનું સ્થાન હૃતિક રોશને લીધુ હતું અને ધૂમ 3માં હૃતિક રોશનના સ્થાને આમિર ખાન આવી રહ્યાં છે. અભિનેત્રીઓ પણ ત્રણેમાં બદલાતી રહી છે. ધૂમમાં એશા દેઓલ, ધૂમ 2માં ઐશ્વર્યા રાય હતાં, તો ધૂમ 3માં કૅટરીના કૈફ છે.

આવો તસવીરોમાં જોઇએ ધૂમ 3ના જોરદાર સ્ટંટ્સ તથા માણીએ ટીઝર :

ટીઝર લૉન્ચ

ટીઝર લૉન્ચ

આમિર ખાન, અભિષેક બચ્ચન અને કૅટરીના કૈફની ધૂમ 3 ફિલ્મનું ટીઝર લૉન્ચ થયું છે.

આમિર જ આમિર

આમિર જ આમિર

ટીઝરમાં મુખ્યત્વે આમિર ખાન જ છવાયેલા રહ્યાં છે. 1 મિનિટ 34 સેકેંડનું આ ટીઝર છે.

અભિષેક પણ

અભિષેક પણ

ધૂમ 3ના ટીઝરમાં અભિષેક બચ્ચનની પણ ઝલક દેખાય છે.

કૅટરીના

કૅટરીના

ધૂમ 3માં કૅટરીના કૈફ પણ છે અને તેમણે પણ ખતરનાક સ્ટંટ્સ કર્યાં છે.

ખતરનાક સ્ટંટ્સ

ખતરનાક સ્ટંટ્સ

ધૂમ 3 ફિલ્મમાં ઉદય ચોપરા પણ છે. સમગ્ર ફિલ્મ ખતરનાક સ્ટંટ્સથી ભરપૂર છે. ટીઝર જોવા માટે આગળ સ્લાઇડ ફેરવો.

જુઓ ધૂમ 3નું ટીઝર

જુઓ ધૂમ 3નું ટીઝર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X